Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ફિલ્મ '83' માટે કપિલ દેવની પત્નીના રોલમાં દીપિકા :ફર્સ્ટ લુક થયો રિલીઝ

દીપિકા પાદુકોણ રોમી દેવના લુકમાં શોર્ટ હેરમાં જોવા મળી

મુંબઈ : કબીર ખાને જ્યારથી ફિલ્મ '83'ની જાહેરાત કરી છે ત્યારથી આ ફિલ્મ સતત ચર્ચામાં રહી છે. આ ફિલ્મ પૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવની બાયોપિક છે. આ ફિલ્મ 1983ના ભારત અને વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ મેચ પર આધારિત છે. જેમાં ભારત કપિલ દેવની કેપ્ટનશિપમાં વર્લ્ડ કપ જીત્યું હતું.  

  ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવના રોલમાં છે. જ્યારે તેમની પત્ની રોમી દેવનો રોલ રણવીરની રિયલ લાઈફ પત્ની દીપિકા પાદુકોણ ભજવી રહી છે અને હાલમાં જ આ બંનેનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. બંનેનો લુક એકદમ કપિલદેવ અને રોમી દેવ જેવો જ લાગી રહ્યો છે.

   દીપિકાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરતાં લખ્યું છે કે, રમતના ઇતિહાસના સૌથી ખાસ ક્ષણોમાંથી એક, આ ફિલ્મમાં એક નાનો પણ મહત્વનો રોલ ભજવવો તે સન્માનની વાત છે. આ ફિલ્મ એ દરેક મહિલા માટે છે જેણે પોતાના સપના પહેલાં પોતાના પતિના સપના રાખ્યા હતા 

(1:42 pm IST)