Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ખાસ રોલને કારણે કંગના રનોૈત ખુબ જ ઉત્સાહિત

અભિનેત્રી કંગના રનોૈત હવે ફિલ્મમાં એરફોર્સની પાયલોટના રોલમાં જોવા મળવાની છે. તેજસ નામની ફિલ્મમાં તે આ રોલ નિભાવી રહી છે. આ ફિલ્મનો તેનો પહેલો લૂક પણ રિલીઝ થઇ ગયો છે. જેમાં તે એરફોર્સ પાયલોટના ડ્રેસમાં જબરદસ્ત અંદાજમાં જોવા મળી રહી છે. તે વર્દીમાં છે અને હાથમાં હેલ્મેટ છે. તેનામાં આત્મવિશ્વાસ અને જોશ દેખાઇ રહ્યા છે. પાછળ એક જેટ ફાઇટર દેખાઇ રહ્યું છે. કંગનાએ પોતાનો આ લૂક ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. જેને ચાહકોએ ખુબ પસંદ કર્યો છે. કેપ્શનમાં કંગનાએ લખ્યું છેકે યુનિફોર્મમાં તમામ બહાદુરદિલ અને મજબુત મહિલાઓ માટે જે દેશ માટે રાત-દિવસ ન્યોછાવર કરી રહી છે. કંગનાની આ ફિલ્મનું નિર્દેશન સર્વેશ મેવાડા કરી રહ્યા છે. રોની સ્ક્રૂવાલા નિર્મીત આ ફિલ્મનું કંગના અને સાથી કલાકારો જુલાઇમાં શુટીંગ શરૂ કરશે. આ રોલને કારણે કંગના ખુબ જ ઉત્સાહિત છે. છેલ્લે કંગના પંગા ફિલ્મમાં કબડ્ડી પ્લેયરના રોલમાં દખેાઇ હતી. જો કે ફિલ્મ ખાસ કમાલ દેખાડી શકી નહોતી.

(10:01 am IST)