Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

હોલિવૂડની ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસની નવમી કડીની રિલીઝ ડેટ લંબાવાઈ

મુંબઈ: હોલિવૂડની સુપર ડુપર હિટ સિરિઝ ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસની નવમી કડી વધુ એક વખત લંબાઇ ગઇ હોવાની માહિતી મળી હતી. નવી રિલિઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. સતત બીજીવાર એની રિલિઝ ડેટ લંબાવવામાં આવી હતી. અગાઉ થયેલી જાહેરાત મુજબ ફિલ્મ ચાલુ વર્ષના એપ્રિલની ૧૯મીએ રજૂ થવાની હતી. પરંતુ ફરી એકવાર રિલિઝ ડેટ બદલાવવામાં આવી હતી. સિરિઝ બનાવનારા યુનિવર્સલ સ્ટુડિયોએ ફિલ્મની રિલિઝ ડેટ બદલવાનું કારણ જાહેર કર્યું નથી. ૧૯ એપ્રિલે ફિલ્મ રજૂ થાત તો વોર્નર બ્રધર્સ અને લિજેંડરીની ગૉડઝીલા વર્સેસ કોંગ અને પેરેમાઉન્ટની સ્પોંજબોબ મૂવી સાથે બોક્સ ઑફિસ પર ટક્કર લેવી પડી હોત. જો કે ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસની તવારીખ જોતાં ટિકિટબારી પરની ટક્કરથી ડરીને યુનિવર્સલ એની રિલિઝ ડેટ લંબાવે એવી શક્યતા બહુ ઓછી છે.સિરિઝની આઠમી કડી ગયા વર્ષના એપ્રિલમાં રજૂ થઇ હતી અને એણે વિશ્વવ્યાપી ૧.અબજ અમેરિકી ડૉલર્સની કમાણી કરી હતી. સિરિઝ સડકો પર વાહનચાલકો દ્વારા થતી ગેરકાયદે રેસ અને જાસૂસીની કથા ધરાવતી હતી અને પહેલેથી બોક્સ ઑફિસ પર ધૂમ મચાવતી આવી હતી.

(5:24 pm IST)