Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

કાકા-ભત્રીજાની ફિલ્મો ટકરાશે

બોકસ ઓફિસ પર જુદી-જુદી ફિલ્મો વચ્ચે ટક્કર થતી જ રહેતી હોય છે. હવે અનિલ કપૂર અને તેના ભત્રીજા અર્જૂન કપૂરની ફિલ્મો વચ્ચે દિલચશ્પ મુકાબલો થશે. અર્જૂન કપૂરને લઇને નિર્દેશક આશુતોષ ગોવારીકર પાનીપત નામની ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં સંજય દત્ત સહિતના સ્ટાર પણ છે. અર્જૂન માટે આ ફિલ્મ ખુબ જ મહત્વની છે, કેમ કે તેની પાછલી ફિલ્મો સફળ રહી નથી. આ ફિલ્મ છ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. બીજી તરફ અનિલ કપૂરને લઇને અનીસ બાઝમી પાગલપંતિ નામની ફિલ્મ બનાવી રહ્યા છે. કોમેડી જોનરની આ ફિલ્મમાં જોન અબ્રાહમ, ઇલિયાના ડિક્રુઝ, ઉર્વશી રોૈતેલા, કૃતિ ખરબંદા, અરશદ વારસી, પુલકીત સમ્રાટ સહિતના કલાકારો છે. આ ફિલ્મ પણ છઠ્ઠી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. જેનું શુટીંગ હાલમાં ઇંંગ્લેન્ડમાં ચાલી રહ્યું છે. ચાચા-ભત્રીજાની ફિલ્મો ટકરાશે કે પછી તારીખ બદલશે તે વર્ષના અંતે ખબર પડશે.

(9:58 am IST)