Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

બીએમસીએ સલમાન ખાનની ફટકારી કરાર ભંગની નોટિસ

મુંબઈ:બોલીવુડ અભિનેતા સલમાન ખાન સામે ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદ સલમાન ખાનના એનજીઓ બિઈંગ હ્યુમનને લઈને દાખલ થઈ છે. એનજીઓની સ્થાપના સલમાન ખાને કરી હતી. તેમજ વર્ષ ૨૦૧૬માં બિઈંગ હ્યુમને બીએમસી સાથે મળીને ડાયાલીસીસ સેન્ટર બનાવવાની જાહેરાત કરી હતી. પરંતુ એનજીઓ દ્વારા કામ પૂરુ કરવામાં આવતા બીએમસીએ બિઈંગ હ્યુમનને બ્લેકલિસ્ટ કરી દીધુ છે. તેમજ તેની સામે કરાર ભંગની ફરિયાદ દાખલ કરી છે. 

 

એડિશનલ મ્યુનિસિપલ કમિશનર ઈડેજ કુંદને અહેવાલોની પુષ્ટી કરી છે. વર્ષ ૨૦૧૬માં બીએમસીએ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપની મદદથી ૧૨ ડાયાલીસીસ સેન્ટર ખોલવાની જાહેરાત કરી હતી. જેમાં ૩૫૦ રૃપિયા સારવારની ફી રખાઈ હતી. જોકે સલમાનના એનજીઓએ ૩૩૯.૫૦ રૃપિયામાં ડાયાલીસીસની સારવાર આપવાનુ ટેન્ડર ભરીને બાંદ્રામાં ૨૪ ડાયાલીસીસ સેન્ટર ઉભા કરવાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. ત્યારબાદ સલમાન ખાનના એનજીઓને બેંક ગેરેન્ટીથી લઈને તમામ મંજુરી આપવામાં આવી હતી. જોકે તેમ છતાં એકપણ ડાયાલીસીસ સેન્ટર શરુ કરાયુ નથી. 

(4:36 pm IST)