Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

અલી ફઝલ સાથે સાઉથ સુંદરી શ્રધ્ધાની જોડી

બોલીવૂડમાં કામ કરતી અભિનેત્રીઓ સાઉથમાં અને ત્યાંની અભિનેત્રીઓ બોલીવૂડમાં કામ કરતી થઇ છે. સાઉથમાંથી હિન્દી ફિલ્મોમાં અગાઉ વૈજયંતિમાલા, શ્રીદેવી, હેમા માલિની, દિપીકા પાદુકોણ, નિધી અગ્રાવલ સહિતે આવીને સફળતા મેળવી છે. વધુ એક સાઉથની અભિનેત્રી શ્રધ્ધા શ્રીનાથ બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. મિલન ટોકિઝ નામની ફિલ્મ જે છેલ્લા ચાર-પાંચ વર્ષથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં શ્રધ્ધાને લેવામાં આવશે.

પ્રારંભે શાહિદ કપૂરને લઇને ફિલ્મ બનાવવાનો પ્લાન કરાયો હતો. પણ કામ આગળ વધી શકયું નહોતું. નિર્દેશક તિગ્માંશુ ધુલીયાએ ફરીથી આ ફિલ્મનું કામ હાથ પર લીધુ છે. જેમાં અલી ફઝલને મુખ્ય રોલ આપ્યો છે અને સાથે હીરોઇન તરીકે શ્રધ્ધાને લેવામાં આવી છે. કન્નડ અને તમિલ ફિલ્મોનું શ્રધ્ધા શ્રીનાથ ખુબ જાણીતું નામ છે. મિલન ટોકિઝ સિનેમા ઘરની કહાની છે. શુટીંગ માર્ચમાં લખનોૈ, મથુરા અને વૃંદાવન સહિતના સ્થળોએ થશે.

(9:44 am IST)