Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

છ ફિલ્મો 'નિર્દોષ', 'વોડકા ડાયરીઝ', 'મેડલ' અને 'યુનિયન લિડર', 'માય બર્થડે સોંગ' અને 'હમારા તિરંગા' રિલીઝ

આ શુક્રવારથી છ નવી ફિલ્મો 'નિર્દોષ', 'વોડકા ડાયરીઝ', 'મેડલ' અને 'યુનિયન લિડર', 'માય બર્થડે સોંગ' અને 'હમારા તિરંગા' રિલીઝ થઇ છે.

'નિર્દોષ'ના નિર્માતા પ્રદીપ રંગવાણી અને નિર્દેશક પ્રદિપ રંગવાણી તથા સુબ્રતો પોૈલ છે. ફિલ્મમાં સંગીત લિયાકત અજમેરી તથા હેરી આનંદનું છે. અરબાઝ ખાન, મંજરી ફડનીસ, અસ્મીત પટેલ, મહેક ચહલ અને મુકુલ દેવની મુખ્ય ભૂમિકા છે.  આ એક થ્રિલર ફિલ્મ છે. એક પોલીસ ઓફિસર રહસ્યમય હત્યાનો કેસ ઉકેલવા મથામણ કરતાં હોય છે. પરંતુ જેમ જેમ તપાસ આગળ વધતી જાય છે તેમ-તેમ વધુ ગુંચવણો ઉભી થતી જાય છે. એક શંકાસ્પદ મહિલાની પોલીસ અટકાયત કરે છે પછી રહસ્ય વધુ ઘેરૂ બને છે. શું હશે આ રહસ્ય કોણ છે ખુની? કોણ છે નિર્દોષ? તે જાણવા ફિલ્મ જોવી રહી.

બીજી ફિલ્મ 'વોડકા ડાયરીઝ'ના નિર્માતા અને નિર્દેશક કુશલ શ્રીવાસ્તવ છે. ફિલ્મમાં કેકે મેનન, રાઇમા સેન, મંદિરા બેદી, શારીબ હાસમી અને રિષી ભુટાનીની મુખ્ય ભૂમિકા છે. આ ફિલ્મ પણ થ્રિલર જોનરની છે. મનાલી શહેરમાં વોડકા ડાયરીઝ નામની નાઇટ કલબમાં થયેલી હત્યાઓ ઉકેલવા એસીપી અશ્વિની દિક્ષીત કામે લાગે છે. તેની તપાસમાં કેવા-કેવા રહસ્યો સામે આવે છે? તે ફિલ્મમાં જોવા મળશે. સંગીત હેરી આનંદ અને સંદેશ સાંડિલ્યનું છે.

ત્રીજી ફિલ્મ 'મેડલ'ના નિર્માતા જી. કે. એન્ટરટેઇનમેન્ટ અને નિર્દેશક ગણેશ મેહતા છે. ફિલ્મમાં મુઝાહિદ ખાન, ઇન્દ્રીશા બાસુ, તનુશ્રી બાસક, અજય શર્મા સહિતે ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મમાં એક બોકસરની કહાની છે. તેનું લક્ષ્ય ગોલ્ડ મેડલ મેળવવાનું હોય છે. ફિલ્મના નામ મેડલની પાછળ ટેગ લાઇન...પેટ નહિ ભરતા એવી રખાઇ છે.

ચોથી ફિલ્મ 'યુનિયન લિડર'ના  નિર્માતા-નિર્દેશક સંજય પટેલ છે. ફિલ્મમાં રાહુલ ભટ્ટ અને તિલોત્મા શોમ મુખ્ય ભૂમિકામાં છે. આ ડ્રામા ફિલ્મનું પહેલાનું નામ કામદાર યુનિયન રખાયું હતું. પણ પાછળથી નામ બદલીને યુનિયન લિડર રખાયું છે. જયેશ મોરે, સંવેદના સુવાકલા અને જય વિઠ્ઠલાણી પણ મહત્વની ભૂમિકામાં છે.  મોટા ભાગનું શુટીંગ ગુજરાત-અમદાવાદ આસપાસ થયું છે.

પાંચમી ફિલ્મ 'માય બર્થ ડે સોંગ' પણ થ્રિલર ફિલ્મ છે. તેના નિર્દેશક સમીર સોની છે. લેખન સમીર તથા વૃશાલી તેલાંગનું છે. પુરબ કોહલી, નોરા ફતેહી, ઝેનીયા સ્ટાર, પિતોબાસ, સંજય સુરી, સુપર્ણા ક્રિષ્ના અને સમીર શર્મા છે. ફિલ્મના નિર્માતા પણ સમીર સોની, સંજય સુરી અને અંબિકા સુરી છે. સંગીત જોઇ બોૈરા અને રાજીવ ભલ્લાનું છે.

છઠ્ઠી ફિલ્મ 'હમારા તિરંગા'ના નિર્દેશક સંજીવ બલાથ છે. ફિલ્મમાં મિલીંદ સોમન, અસ્મીત પટેલ, રાહુલ દેવ સહિતે ભૂમિકા નિભાવી છે. અસ્મીત અને મિલીંદ અલગ જ રોલમાં જોવા મળશે. વિજય રાજ, મધુ શર્મા પણ છે. એક ગામડાના લોકો કઇ રીતે અંગ્રેજો સામે લડે છે તેની વાત ફિલ્મમાં છે. ૧૯૪૨ના સમયની આ કહાની છે.

(9:17 am IST)