Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

2020માં ફરી એકવાર હોરર-કોમેડી ફિલ્મમાં રાજકુમાર રાવ જોવા મળશે

મુંબઈ:ફિલ્મ 'સ્ત્રી' ની સફળતા પછી, રાજકુમાર રાવએ 'ફુકરે' દિગ્દર્શક મૃગદીપ સિંહ લમ્બા સાથેની બીજી હોરર-કૉમેડી ફિલ્મ સાઈન કરી છે.  ફિલ્મના નિર્માતા દિનેશ વિજેને આ માહિતી એક નિવેદનમાં આપી હતી.દિનેશ વિજન ફિલ્મ 'સ્ત્રી' ના નિર્માતા પણ હતા. વિજન અત્યારે રાજ કુમાર રાવ સાથે  ફિલ્મ 'મેઇડ ઇન ચાઇના'માં સાથે કામ કરી રહ્યા છે.  આ હોરર-કોમેડીમાં વરૂણ શર્મા પણ જોવા મળશે. આગામી વર્ષે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ  ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. આ ફિલ્મ જાન્યુઆરી 2020 માં રિલીઝ થવાની સંભાવના છે.

(4:47 pm IST)