Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

વરૂણ ધવને સોનાક્ષી સિન્હાને કહ્યું 'ભાભી'

અભિનેત્રી સોનાક્ષી સિન્હા હાલમાં ફિલ્મ કલંકમાં કામ કરી રહી છે. જેમાં વરૂણ ધવન, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર, સંજય દત્ત અને માધુરી દિક્ષીત જેવા કલાકારો છે. સોનાક્ષી આ વચ્ચે પોતાની પર્સનલ જિંદગીને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં સોનાક્ષીએ એક તસ્વીર પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે-મિરર ઓન ધ વોલ. આ તસ્વીર પર વરૂણ ધવને 'ભાભી'ના નામથી કોમેન્ટ કરતાં જ સોનાક્ષીએ ઉફ...તુમ ચુપ રહોગે. તેવો જવાબ આપ્યો હતો. વરૂણની આ કોમેન્ટથી એવી ચર્ચા વહેતી થઇ છે કે સોનાક્ષી આદિત્ય રોય કપૂર સાથે ડેટ કરી રહી છે.

એક શોમાં આલિયાએ સોનાક્ષીને આદિત્ય સાથે ડેટ કરવી જોઇએ એવું કહ્યું હતું. તો સોનાક્ષીએ પણ આદિત્ય રોય કપૂર સાથે કામ કરીને તે ખુબ ઉત્સાહિત હોવાનું કહ્યું હતું. ફિલ્મ કલંકમાં સોનાક્ષી કદાચ વરૂણની ભાભીનો રોલ નિભાવતી હોય તેમ પણ બની શકે.

(4:55 pm IST)