Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

આમીરની નવી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નો ફર્સ્ટ લુક આઉટ

મુંબઈ: આમિર ખાનની આવનારી ફિલ્મ "લાલસિંહ ચઢ્ઢા" નું આમિરનું ફર્સ્ટ લુક પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે. આ ફિલ્મ આવતા વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવાની છે. આમિર ખાને તેના 54 માં જન્મદિવસ પર ટોમ હેન્ક્સની ફિલ્મ ફોરેસ્ટ ગમ્પના હિન્દી રિમેકની જાહેરાત કરી હતી. આમિર ખાન અને વાયાકોમ દ્વારા આ ફિલ્મના ઓફિશિયલ રાઇટ્સ ખરીદવામાં આવ્યા છે. ફિલ્મમાં આમિર ઉપરાંત કરીના કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે.સુપરસ્ટાર આમિર ખાને તેની સોશ્યલ મીડિયા પ્રોફાઇલ પર ફર્સ્ટ લૂકનું પોસ્ટર શેર કર્યું છે. તેમણે કેપ્શન કર્યું હતું, "સત્ શ્રી અકાલ જી, માયસેલ્ફ લાલ .... લાલસિંહ ચઢ્ઢા." ફર્સ્ટ લુકના પોસ્ટરમાં આમિર મોટી દાઢી અને માથામાં પાઘડીવાળી હેડડ્રેસની જેમ જોવા મળી રહ્યો છે.

(6:33 pm IST)