Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

તૈમુર અલી ખાન ફોટોગ્રાફર્સને ખીજવતો જોવા મળ્યોઃ સોશ્યલ મીડિયામાં ફની વીડિયો વાયરલ

નવી દિલ્હી :કરીના કપૂરની જેમ હવે તેમનો ટાબરિયો દીકરો તૈમૂર અલી ખાનને પણ ખબર પડી ગઈ છે કે, ફોટોગ્રાફર્સની સામે કેવી રીતે પોઝ આપવાનો છે. તો બીજી તરફ, ફોટોગ્રાફર્સ પણ તેની દરેક હરકત કેમેરામાં કેદ કરી લે છે. હાલ તૈમૂરનો એક ફની વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ફોટોગ્રાફર્સને ખીજવતો હોય તેવો દેખાઈ રહ્યો છે. તેનો વીડિયો વાયરલ થયો છે, તેમજ લોકોને મજા પણ કરાવી રહ્યો છે.

                 હાલમાં કરીના કપૂર અન સૈફ અલી ખાન દીકરા તૈમૂર સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા. તૈમૂરે ડેનિમની શર્ટ અને ડેનિમની જિન્સ પહેરી હતી. સાથે તેણે પર્પલ કલરના શૂઝ પણ પહેર્યા હતા. કપડામાં તૈમૂર બહુ ક્યૂટ લાગી રહ્યો હતો. તો કરીનાએ યલો કલરનો સૂટ અને પાયજામો પહેર્યો હતો. તે હંમેશની જેમ સ્ટાઈલિશ નજર આવી રહી હતી.

                   એરપોર્ટ પર જતા સમયે તૈમૂરે કરીનાનો હાથ પકડ્યો હતો અને તે ફોટોગ્રાફર્સ તરફ જોતા તેઓને જીભ કાઢીને ચીઢવી રહ્યો હતો. તો સૈફ અલી ખાન લાઈટ પિંક કલરના કુરતા અને સફેદ પાયજામામાં સજ્જ હતો. ઉલ્લેખનીય છે કે, તૈમૂર પણ હવે પોતાની સ્ટાઈલિશ અદાઓને કારણે પોપ્યુલર સ્ટાર કિડ બની ગયો છે.

(5:21 pm IST)