Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

બિગ બોસ-૧૩માંથી અરહાનખાન બહારઃ રશ્મિ દેસાઇ હિબકે ચડી

રશ્મિને શા માટે આટલુ દુઃખ થયું? તેની દર્શકોમાં ચર્ચા

મુંબઇ તા. ૧૮: કલર્સ ચેનલ પરના ચર્ચાસ્પદ શો બિગબોસ-૧૩માં ભાગ લઇ રહેલો મોડેલ અભિનેતા અરહાનખાન બિગ બોસના ઘરમાંથી બહાર થઇ ગયો છે. અરહાન બહાર થઇ જતાં આ શોની અન્ય સ્પર્ધક અભિનેત્રી રશ્મી દેસાઇ હીબકે ચડી જતાં દર્શકોને આશ્ચર્ય થયું છે.

બિગ બોસની દરેક સિઝન કોઇને કોઇ કારણોસર વિવાદ જગાવતી જ રહે છે. આ વખતે પણ આવા અનેક વિવાદો અને સ્પર્ધકો વચ્ચેના ઝઘડાઓ સામે આવ્યા છે. દરમિયાન અરહાનખાન શો માંથી બહાર થઇ જતાં સાથી સ્પર્ધક રશ્મી દેસાઇ ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી. તેને શા માટે આટલુ બધુ દુઃખ થયું હશે? એ સવાલે બિગ બોસ નિહાળતાં દર્શકોમાં ચર્ચા જગાવી છે. અરહાન અને રશ્મિ વચ્ચે દોસ્તી જામી હતી. ત્યાં અરહાન બહાર થઇ જતાં આ કારણે તે દુઃખી થયાનું કહેવાય છે.

(10:51 am IST)