Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

પાકિસ્‍તાનની સરહદ નજીક સલમાનની ફિલ્‍મ ‘ભારત' નું શુટીંગ

સલમાન ખાન, કેટરીના કૈફ  જેકી શ્રોફ અને તબ્‍બુને ચમકાવતી તેમજ અલી અબ્‍બાસ ઝફર  દિગ્‍દર્શીત ફિલ્‍મ ભારત નું કેટલુંક શુટીંગ હાલમાં લુધિયાણાથી થોડા અંતરે આવેલી પાકિસ્‍તાન સાથેની સરહદ પર કરવામાં આવ્‍યું જેમા અલીએ  કેટલાક ભાવનાત્‍મક દશ્‍યોનું  ચિત્રીકરણ કર્યુ.

સેટ પરના સુત્રોએ જણાવ્‍યું હતું કે  આ મહત્‍વના શુટિંગમાં લુધીયાણા અને તેની આસપાસનાં ગામોમાંથી લગભગ હજારેક જુનિયર આર્ટિસ્‍ટોએ  ભાગ લીધો હતો. આગામી થોડા દિવસોમાં ફિલ્‍મનું સમગ્ર યુનિટ અંતિમ શેડયુલ શૂટ કરવા માટે દિલ્‍હી જશે, તો બીજી તરફ સલમાન ખાન ગત ગુરૂવારે તેના વીકએન્‍ડ શો બીગ બોસ' ના બે એપિસોડ શુટ કરવા માટે મુંબઇ પાછો ફર્યો હતો.

(12:05 pm IST)