Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

મંચ પર પતિ, પત્ની ઔર વોના કલાકારો

કાર્તિક આર્યન, ભૂમિ પેડણેકર અને અનન્યા પાન્ડે સાથે રેમ્પ વોક કર્યું હતું. આ ત્રણેય 'પતિ, પત્ની ઔર વો' માં જોવા મળવાનાં છે. તેઓ ફેશન-ડિઝાઇનર અબુ જાની અને સંદીપ ખોસલાનાં શો-સ્ટોપર્સ બન્યાં હતાં. કાર્તિકે પિન્ક લેયર્ડ શેરવાની પહેરી હતી. ભૂમિએ હેવી એમ્બ્રોઇડરી કરેલો  લેહંગા પહેર્યો હતો. સાથે જ કલાસિક જવેલરી પણ પહેરી હતી. બીજી તરફ અનન્યા પાન્ડે પણ ખૂબ સુંદર દેખાઇ રહી હતી. તેણે ઇન્ડો-વેસ્ટર્ન લુકવાળો ક્રીમ લેહંગા પહેર્યો હતો.

(3:25 pm IST)