Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

અમિતાભ બચ્ચનની તબિયત ખરાબઃ હોસ્પિટલમાં દાખલ

મુંબઇ, તા.૧૮: બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન છેલ્લા ૩ દિવસથી હોસ્પિટલમાં એડમિટ છે. તેની પાછળનું કારણ છે લીવરની સમસ્યા. ઉલ્લેખનીય છે કે બિગ બી પહેલા જણાવી ચૂકયા છે કે તેમનું લિવર ૨૫ ટકા જ કામ કરે છે.રિપોર્ટસ મુજબ જયારે અમિતાભની મુશ્કેલી વધી તો મંગળવારે ૨ વાગ્યે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે તેમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને હોસ્પિટલમાં એડમિટ કર્યાને ૩ દિવસ થયા છે.અમિતાભ બચ્ચનને ૧૯૮૨માં ફિલ્મ 'કૂલી'ના સેટ પર ઈજા પહોંચી ત્યારથી લીવરની સમસ્યા છે. તેમનું લિવર ૭૫ ટકા કામ કરવાનું બંધ કરી દીધું અને તેનું કારણ સિરોસિસ છે. જયારે બિગ બીને ઈજા પહોંચી ત્યારે ભૂલથી એક બ્લડ ડોનરનું બ્લડ તેમના સિસ્ટમમાં પહોંચી ગયું જેમાં હેપેટાઈટિસ બી વાઈરસ હતો. બચ્ચન પરિવારના લોકો તેમની ખબર પૂછવા માટે હોસ્પિટલ આવી રહ્યા છે. તેમને સ્પેશિયલ રૂમમાં રાખવામાં આવ્યા છે. હજુ સુધી કોઈ બોલિવૂડ સેલિબ્રિટી તેમની ખબર પૂછવા માટે પહોંચ્યુ હોવાની માહિતી આવી નથી.

(11:29 am IST)