Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

શાહરૂખખાનની માર્કશીટ સોશ્યલ મીડિયામાં વાયરલ: અંગ્રેજીમાં આવ્યા ખુબ ઓછા માર્ક્સ

બાદશાહ ખાન જે વિષયમાં નબળા હતા તેમાં જ પાવરફુલ સાબિત થયા

 

મુંબઈ :બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાન વિદેશની તમામ યુનિવર્સિટીઓમાં શાહરૂખ ખાન લેક્ચર લેવા માટે જાય છે પણ શાહરૂખ ખાનનું અંગ્રેજી ખાસ નહોતું તસવીર જોયા બાદ માનવું પડશે.બાદશાહ શાહરૂખ ખાન પોતાની સ્ટાઇલ અને સ્ટેટમેન્ટ માટે વાયરલ થતા હોય છે પણ વખતે કિંગ ખાન વાયરલ થઇ રહ્યા છે તેમની જૂની માર્કશીટ માટેદિલ્હી યુનિવર્સિટી દ્વારા શેર કરવામાં આવેલી શાહરૂખની તસવીરમાં શાહરૂખના માર્કસ તમે જોઇ શકો છો, જેમાં શાહરૂખ ખાનને અંગ્રેજીમાં ખૂબ ઓછા માર્ક હોવાનું સ્પષ્ટ દેખાઇ આવે છે. જોકે આજે શાહરૂખ ખાનનું અંગ્રેજીનું વાંચન એટલું છે કે માનવું પડે બાદશાહ ખાન જે વિષયમાં નબળા હતા તેમાં પાવરફુલ સાબિત થયા છે.

(11:03 pm IST)