Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

દુર્ગાષ્‍ટમીના દિવસે ન્‍યુયોર્કમાં માતાજીના દર્શને ઋષિ કપૂર અને પત્‍ની નીતુ

એક્ટર ઋષિ કપૂર સારવાર માટે ન્યૂયોર્કમાં છે. ઋષિ સાથે પત્ની નીતુ અને દીકરો રણબીર પણ ન્યૂયોર્કમાં છે. થોડા દિવસ પહેલા ઋષિની એક તસવીર સામે આવી હતી જેમાં તેમના વાળ સફેદ થઈ ગયા છે. જો કે તેમણે સ્પષ્ટતા કરી હતી કે ફિલ્મ માટે વાળ સફેદ કરાવ્યા છે. હવે વધુ એક તસવીર સામે આવી છે જેમાં ઋષિ કપૂર પત્ની અને મિત્ર સાથે જોવા મળે છે.

મંદિરમાં કર્યા દર્શન

ઋષિ કપૂર પત્ની નીતુ સાથે દુર્ગાષ્ટમીના દિવસે મંદિરે દર્શન કરવા પહોંચ્યા. આલિયા ભટ્ટ પણ ઋષિને મળવા માટે ન્યૂયોર્ક પહોંચી છે. જણાવી દઈએ કે આલિયા-રણબીર કેટલાક મહિનાઓથી એકબીજાને ડેટ કરે છે. જો કે બંનેએ પોતાના સંબંધો ખુલીને સ્વીકાર્યા નથી. જો કે આલિયા અને રણબીરને અવારનવાર એકબીજાના પરિવાર સાથે સ્પોટ કરવામાં આવ્યા છે.

સોનાલી-પ્રિયંકાએ પણ લીધી હતી મુલાકાત

જણાવી દઈએ કે ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર કરાવી રહેલી સોનાલી બેન્દ્રે પણ પતિ ગોલ્ડી બહલ સાથે ઋષિ-નીતુને મળવા ગઈ હતી. પ્રિયંકા ચોપરાએ ન્યૂયોર્કમાં ઋષિ-નીતુની મુલાકાત કરી હતી.

ખરાબ તબિયતની આપી હતી જાણકારી

ઋષિ કપૂરે થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર પોતાની ખરાબ તબિયત અંગે જાણકારી આપી હતી. જે બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ હતી કે ઋષિને કેન્સર છે અને ત્રીજા સ્ટેજ પર પહોંચી ગયું છે. જે બાદ ઋષિના ભાઈ રણધીરે જણાવ્યું કે, “ઋષિના ટેસ્ટ બાકી છે અને શું તકલીફ છે તે રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે. હજુ ઋષિના મેડિકલ ટેસ્ટની પ્રક્રિયા પણ શરૂ નથી થઈ ત્યારે લોકોએ કેવી રીતે અંદાજો લગાવી લીધો કે તેમને થર્ડ સ્ટેજ કેન્સર છે.”

(5:34 pm IST)
  • સબરીમાલાના કપાટ ખુલ્યા :'પ્રતિબંધિત વય મર્યાદાવાળી કોઈપણ મહિલા નહિ કરી શકી ભગવાન અયપ્પાના દર્શન :પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ :આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને સબરીમાલા સંરક્ષણા સમિતિએ આજ મધ્યરાત્રીથી 24 કલાકની હડતાલ શરૂ કરવા આહવાન કર્યું access_time 8:53 am IST

  • છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં જનતા કોંગ્રેસ છત્તીસગઢ અને બીએસપી ગઠબંધને 13 ઉમેદવારો જાહેર કર્યા :ગઠબંધન મુજબ જનતા કોંગ્રેસ છત્તીસગઢ 55 સીટો પર અને બીએસપી 35 બેઠકો પર ચૂંટણી લડશે:સીપીઆઇ પણ માયાવતી અને અજિત જોગીના ગઠબંધનમાં જોડાશે ;બે બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝુકાવશે access_time 1:25 am IST

  • રાજકોટ:સ્વાઈન ફ્લૂના વધુ એક દર્દીનું સારવાર દરમિયાન મોત:મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના અમરાપર ગામના 45 વર્ષીય પુરુષનું સ્વાઈન ફ્લૂથી મોત:ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું મોત:ચાલુ વર્ષે સ્વાઈન ફલૂ થી મૃત્યુ આંક 25 પહોંચ્યો:ચાલુ વર્ષે કુલ 109 પોઝિટિવ કેશ નોંધાયા છે access_time 1:13 pm IST