Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

પ્રિયંકા ચોપરાના લગ્નમાં જુતા ચોરવાની રસમમાં જીના નિક પાસેથી પરિણીતી ચોપરા 37 કરોડ માંગશેઃ જીજા 74 કરોડ રૂપિયા આપવા તૈયાર

પ્રિયંકા ચોપરા અને નિક જોનસની થોડા મહિના પહેલા મુંબઈમાં સગાઈ થઈ છે. ત્યારે હવે બંનેના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હોવાના રિપોર્ટ્સ છે. બંનેના લગ્ન માટે જોધપુરમાં પેલેસ પણ નક્કી કરી દેવાયો છે. 2 ડિસેમ્બરે પ્રિયંકા-નિકના લગ્ન થવાના છે અને 3 દિવસ સુધી ફંકશન્સ યોજાશે.

નિક આપશે આટલા કરોડ

દરમિયાન પ્રિયંકાની બહેન પરિણીતીએ જૂતા ચોરવાની રસમ માટે કેટલા રૂપિયા માાગશે તે જણાવ્યું છે. એક ઈન્ટરવ્યૂમાં પરિણીતે જણાવ્યું કે, “હું નિકની ફેવરિટ સાળી બનવા માગુ છું. જૂતા ચોરવાની રસમ અંગે મેં જીજૂ સાથે વાત કરવાની પણ શરૂ કરી દીધી છે. મેં જૂતા ચોરવાની રસમ માટે નિક પાસેથી 5 મિલિયન ડોલર (37 કરોડ રૂપિયા) માગ્યા. ત્યારે જીજૂએ મને કહ્યું કે તે મને 10 મિલિયન ડોલર (લગભગ 74 કરોડ રૂપિયા) આપશે.”

પરિણીતીએ કહ્યું

પરિણીતીએ કહ્યું કે, તે નિક પાસેથી ખૂબ રૂપિયા વસૂલવાની છે. આજે એટલે કે 18 ઓક્ટોબરે પરિણીતી અને અર્જુન કપૂરની ફિલ્મનમસ્તે ઈંગ્લેન્ડરિલીઝ થઈ છે. દર્શકો ફિલ્મને પસંદ કરી રહ્યા છે.

બર્થ ડે પર નિકે કર્યું હતું પ્રપોઝ

જણાવી દઈએ કે નિકે પ્રિયંકાને તેની બર્થ ડે પર પ્રપોઝ કર્યું હતું અને રિંગ પહેરાવી હતી. એક ઈન્ટરવ્યૂ દરમિયાન પરિણીતીએ વિશે માહિતી આપી હતી. પરિણીતીએ કહ્યું કે, જ્યારે મોડી રાત્રે પ્રિયંકાએ મને તેને સગાઈ વિશે જણાવ્યું ત્યારે હું ખૂબ ખુશ થઈ હતી.

(5:31 pm IST)