Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

યૂલિયા વંતૂર બોલિવૂડમાં ડેબ્યુ ફિલ્મ માટે કરી રહી ભગવદ ગીતાના પાઠ

મુંબઈ:લાંબા અરસાથી મીડિયામાં ચમકી રહેલી સલમાન ખાનની ખાસ મિત્ર યૂલિયા વંતૂર બોલિવૂડમાં ડગ માંડી રહી છે. યૂલિયા ફિલ્મ ‘રાધા ક્યોં ગોરી મૈં ક્યોં કાલા’માં કૃષ્ણ ભક્તિ કરતી નજરે પડશે.  ફિલ્મ અંગે જણાવતાં યૂલિયા કહે છે કે, એ ફિલ્મમાં કૃષ્ણ ભક્તની ભૂમિકા ભજવી રહી હોવાથી ગીતાના અધ્યાયનો અભ્યાસ કરી રહી છે. ઉપરાંત ભારતની સંસ્કૃતિ અને સભ્યતાને પણ સમજવાના પ્રયાસ કરી રહી છે. એટલું જ નહીં, યૂલિયાના જણાવ્યા મુજબ એ ભારત આવી ત્યારે ઋષિકેશ જઈને ભારતના અધ્યાત્મના દર્શન પણ કર્યા છે.  યૂલિયા એની ફિલ્મ રાધા ક્યોં ગોરી મૈં ક્યોં કાલામાં એક એવી વિદેશી યુવતીની ભૂમિકા ભજવવાની છે જે રેપ પીડિતા હોવાની સાથે કૃષ્ણની પણ ભક્ત છે.

(5:02 pm IST)
  • પંજાબ-હરિયાણામાં માત્ર ત્રણ કલાક જ ફટાકડા ફોડી શકાશે :હાઇકોર્ટે તહેવારોમાં ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશ આપ્યા :સાંજે 6-30થી 9-30 સુધી ત્રણ કલાક ફટાકડા ફોડવા આપી મંજૂરી :હાઇકોર્ટે કડક વલણ અપનાવતા કહ્યું કે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી શકીએ ,આતીશબાજી એ સારી છે કે ખિસ્સામાંથી નોટ કાઢો અને આગ લગાડો access_time 1:15 am IST

  • છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં જનતા કોંગ્રેસ છત્તીસગઢ અને બીએસપી ગઠબંધને 13 ઉમેદવારો જાહેર કર્યા :ગઠબંધન મુજબ જનતા કોંગ્રેસ છત્તીસગઢ 55 સીટો પર અને બીએસપી 35 બેઠકો પર ચૂંટણી લડશે:સીપીઆઇ પણ માયાવતી અને અજિત જોગીના ગઠબંધનમાં જોડાશે ;બે બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝુકાવશે access_time 1:25 am IST

  • સમીના રામપુરા ગામે અપંગ અને મંદબુદ્ધિની મહિલા સાથે આચરાયું દુષ્કર્મ :દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા ગામના શખ્સ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ access_time 4:35 pm IST