Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

સિરિઝ મિર્ઝાપુરનું બીજું ટીઝર રિલીઝ

મુંબઈ:અત્યાર સુધી રોમાન્ટિક બૉયના રોલ કરનારા અભિનેતા અલી ફઝલને હવે તમે ગંેગસ્ટરના રોલમાં જુઓ તો નવાઇ નહીં પામતા.એમેઝોન પ્રાઇમ વિડિયો દ્વારા બની રહેલી વેબ સિરિઝ મિર્ઝાપુરનું બીજું ટીઝર તાજેતરમાં રજૂ થયું હતું જેમાં અભિનેતા અલી ફઝલ ગેંગસ્ટર તરીકે રજૂ થઇ રહ્યો છે. અત્યાર અગાઉ રજૂ થયેલા પહેલા ટીઝરમાં અભિનેતા પંકજ ત્રિપાઠી કાલીન ભૈયાના પાત્રમાં રજૂ થઇ ચૂક્યો છે.બીજા ટીઝરમાં અલી ફઝલ એક ઘાતકી ગેંગસ્ટર તરીકેે રજૂ થઇ રહ્યો છે. જો કે ખૂબીપૂર્વક એના ચહેરાને સંતાડવામાં આવ્યો હતો. માત્ર એનું શરીર નજરે પડે છે. એ ગુડ્ડુ પંડિતનો રોલ કરે છે જે વિચારે છે ઓછું પરંતુ હત્યા વધુ કરે છે. વિડિયો ક્લીપમાં ગુડ્ડુ પોતાની રીતે હત્યાના નિયમો રજૂ કરે છે. એના અવાજનો રણકાર બદલાયેલો છે પરંતુ એમાં રહેલી નિર્દયતા સમજી શકાય છે. એ કહે છે કે જેની હત્યા કરવાની હોય એને અમે ઓળખીએ નહીં એ જ બહેતર છે. 'હત્યાના કેટલાક નિયમો છે. તમે શિકારને ઓળખતાં ન હો તો કામ સહેલું બની જાય છે. હું ગુડ્ડુ પંડિત છું. હવે મિર્ઝાપુરમાં કાળો કેર વર્તાવવાનો છું' એમ અલીના કંઠમાં સંવાદ સંભળાય છે.

(4:58 pm IST)