Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

આંખે ફિલ્મ પછી ફરી એકવાર ગૌરાંગ દોશી સાથે કામ કરશે અમિતાભ બચ્ચન

મુંબઈ: મહાનાયક અમિતાભ બચ્ચબ તથા ફિલ્મ નિર્માતા ગૌરાંગ દોશી એકવાર ફરીથી સાથે કામ કરતા જોવા મળવાના છે આ વખતે ફિલ્મ હેપ્પી એનિવર્સરીમાં આ જોડી જોવા મળશે। વર્ષ 2002માં ફિલ્મ આંખેમાં પહેલી વખત અમિતાભ બચ્ચન સાથે ગોરંગે કામ કર્યું હતું અને આ ફિલ્મથી ગૌરાંગ બોલીવુડમાં કમબેક કરી રહ્યો છે. ફિલ્મનું નિર્દેશન નીરજ પાઠક કરશે।

આ વાતને લઈને ગોરંગે કહ્યું કે હું ખુબ ખુશ છું કે બીજી વખત મને અમિતાભજી સાથે કામ કરવાની તક મળી છે  અને હું ભાગ્યશાળી છું જે મને ફરીથી કામ કરવા માટે અમિતાહજીએ હા કહ્યું છે.

(5:05 pm IST)