Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

સલિમના રોલથી સપનુ પુરૂ થયું: શહિર શેખ

ટીવી પર શરૂ થયેલા નવા શો 'દાસ્તાન-એ-ઇશ્ક...સલિમ અનારકલી'માં સલિમની ભૂમિકા નિભાવી રહેલો અભિનેતા શહીર શેખ તેની આ નવી ભૂમિકાથી ખુબ જ ખુશ છે. શહિર કહે છે તમારી સામે અભિનેતા તરીકે અનેક રોલ આવતા હોય છે. ઘણીવાર તો તમારા ખાસ મિત્ર પણ તમને રોલ ઓફર કરતાં હોય છે. પરંતુ મને જો પાત્ર ખુબ રોચક લાગે તો જ હું હા કહુ છું, અન્યથા કામ માટે ના પાડી દઇ છું. આવું અનેક વખત થયું છે. મેં રોલ સારો ન હોવાથી મોટા મોટા પ્રોડકશન હાઉસને ના કહી દધી હતી. પણ આ ના કહેવામાં ખુબ મુશ્કેલી પડતી હોય છે, કેમ કે તેમાં ઘણીવાર રોલ ઓફર કરનાર તમારા મિત્ર પણ હોય છે.

નવા શોમાં સલિમનો રોલ મારા માટે સપનુ પુરુ થવા સમાન છે. મને તો ઓડિશનમાં પહેલા જ રાઉન્ડમાં પસંદ કરી લેવાયો હતો. અનારકલી માટે પ-૬ છોકરીઓના સ્ક્રીન ટેસ્ટ લેવાયા હતાં.

(9:25 am IST)