Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

હવે નિર્દેશકની ભુમિકામાં શેફાલી

અભિનેત્રી શેફાલી શાહ પોતાની રચનાત્મક ક્ષિતીજને આગળ વધારવા તૈયાર છે. તે એક નિર્માતા, લેખક અને નિર્દેશક તરીકે પણ હવે સામે આવી રહી છે. તેણે એક શોર્ટ ફિલ્મ બનાવી છે. જેમાં તેણે અભિનય પણ કર્યો છે. કોવિડ-૧૯ના કેસ સંભાળતા એક ડોકટરની આ કહાની છે.  શેફાલી કહે છે કલાકાર તરીકે હું બીજા ફિલ્ડનું કામ કરી રહી હોઉ તો મારે સતત તેના પર ધ્યાન કેન્દ્રીત કરવું પડે છે. નિર્દેશક તરીકે મારે આ વખતે કામ કરવાનું હતું. પણ મારી પાસે સમય ઓછો હતો અને સાત લોકોના ઓછામાં ઓછા સ્ટાફ સાથે શુટીંગ કરવાનું હતું. શોર્ટ ફિલ્મને એડિટ કરવાનું કામ પણ મારું હતું. સ્ક્રિપ્ટને વારંવાર લખવામાં આવી હતી. નિર્દેશક તરીકેની આ જવાબદારી મારે નિભાવવાની હતી. મેં વિપુલ પાસેથી ઘણું શીખ્યું હતું.  સારી સ્ક્રિપ્ટ, એક સારી ટીમ હતી અને મારે એવું બનાવવું હતું કે તેના પર ગોૈરવ થાય કે આ ફિલ્મ શેફાલીએ બનાવી છે. બહુમુખિ અને જબરદસ્ત અભિનય ક્ષમતા શેફાલી ધરાવે છે. હવે તે નિર્દેશક તરીકે પણ આવી છે. શેફાલી દિલ્હી ક્રાઇમ વેબ શોમાં પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળી હતી.

(9:22 am IST)