Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

મારવાડી મારી બીજી ભાષા બની ગઇ છેઃ રિશીના કંધારી

ટીવી અભિનેત્રી રિશીના કંધારી હાલમાં  ચુલબુલી રાજસ્થાની વહૂ ઇમરતીના રોલમાં દંગલના શો એ મેરે હમસફરમાં કામ કરી રહી છે. ઇમરતીના આદર્શ ચિત્રણને કારણે તેને ખુબ સરાહના મળી રહી છે. મેચીંગ જ્વેલરી અને રાજસ્થાની પોષાક સાથે રિશીના ઇમરતીના રોલમાં ખુબ જમાવટ કરીરહી છે. હું મારા પાત્રને યોગ્ય ન્યાય આપવા રાજસ્થાની ફિલ્મોના દ્રશ્યો જોઇ રહી છું. મેં કેસરીયા બાલમ, નિંબુડા નિંબુડા, દમા દમ મસ્ત કલંદર જેવા ગીતો પણ જોયા છે. ઇમરતીના પાત્રને કારણે મારવાડી હવે મારી બીજી ભાષા બની ગઇ છે. શોમાં હેમંત થત્તે જે આ શોમાં સુંદર કોઠારીના રોલમાં અને ઇમરતિના પતિના રોલમાં છે.

તે કહે છે રિશીનાએ મારવાડી બોલીને એટલી પરફેકટ બનાવી લીધી છે કે કયારેક તો તેની સામે બોલવામાં હું પણ થોથવાઇ જાઉ છું. તે ખુબ ઝડપથી પોતાની લાઇનો બોલી જાય છે. તેના પ્રયાસની સોૈ પ્રસંશા કરે છે. તે એક મસ્તીખોર વહુનો શાનદાર અભિનય કરી બધાના દિલ જીતી રહી છે. સોમથી શુક્ર સાંજે સાત કલાકે આ શો પ્રસારીત થઇ રહ્યો છે.

(9:21 am IST)