Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

સુપરનેચરલ ફિલ્મમાં અર્જુન રામપાલ ભજવશે પોલીસ ઓફિસરની ભૂમિકામાં

મુંબઇ: હાલ અર્જુન રામપાલ પોતના અંગતજીવનને કારણે ચર્ચામાં છે. તેની ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલાએ થોડા સમય પહેલા સંતાનને જન્મ આપ્યો છે.અર્જુન ફરી વખત પિતા બન્યાનો આનંદ માણી રહ્યો છેઅર્જુન રામપાલના કામની વાત કરીએ તો, તે છેલ્લે જેપી દત્તાની ફિલ્મ 'પલટન'માં જોવા મળ્યો હતો. હવે તે આવનારી ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. એક સુપરનેચરલ ફિલ્મ હશે. ફિલ્મમાં અર્જુન પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. એક હિલ સ્ટેશન પર ત્રણયુવતીઓ ફરવા આવી હોય છે. જેનાં શંકાસ્પદ સ્થિતિમાં ખૂન થઇ જાય છે. રામપાલ પર  કેસની જવાબદારી આવે છે અને તે એક કોમન લિંક સુધી પહોંચે છે

(5:32 pm IST)