Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

શિલ્પા શેટ્ટીએ દુબઇમાં વેકેશનથી માંડીને સંડે લંચ સુધીના ફોટા અને વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા ખરી-ખોટી સાંભળવા મળી

નવી દિલ્હી: બોલીવુડની ફિટનેસ ડીવા શિલ્પા શેટ્ટી કુંદ્વા હાલમાં દુબઇમાં પોતાનું વેકેશન એન્જોય કરી રહી છે. શિલ્પા શેટ્ટી તે સેલીબ્રિટીઝમાંથી એક છે, જે પોતાના વેકેશનથી માંડીને પોતાના સંડે લંચ સુધીના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. આમ તો શિલ્પાનો અંદાજ તેમના ફેન્સને ખાસ પસંદ પડે છે, પરંતુ મંગળવારે રાત્રે શિલ્પા શેટ્ટીએ એક એવો વીડિયો શેર કર્યો છે, જેના લીધે સોશિયલ મીડિયા પર ખરી ખોટી સાંભળવા મળી રહી છે. જોકે આ વીડિયોમાં શિલ્પા ડાન્સ કરતી નજરે પડે છે. આ વીડિયો દુબઇના કોઇ રેસ્ટોરન્ટનો છે, જેમાં કેટલાક ડાન્સર્સ પણ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે ડાન્સર પોતાના ડાન્સ કરી રહ્યા છે, તો ત્યાં બેસેલા લોકો પોતાની પ્લેટ તેમની સામે એટલી જોરથી ફેંકી રહ્યા છે કે પ્લેટ તૂટી રહી છે. ફર્શ પર ઘણી પ્લેટ્સ પણ તૂટેલી જોવા મળી રહી છે. વીડિયોમાં શિલ્પા પણ પ્લેટ તોડતી જોવા મળી રહી છે.

આ વીડિયોને શેર કરતાં શિલ્પાએ લખ્યું કે 'પ્લેટને તોડો...અને ધોવાથી બચાવો. આજની રાત દુબઇમાં ખૂબ મજા આવી. પ્લેટને નષ્ટ કરતાં બધી નકારાત્મકને પણ નષ્ટ કરવી અને નાચવું એક મજેદાર કોન્સેપ્ટ છે...'

શિલ્પાએ આ પ્રકારે પ્લેટ તોડતાં જોઇને ઘણા લોકોએ જોરદાર ટ્રોલ કર્યું છે અને આ પ્રકારની પ્રથાને ફક્ત પૈસાની બરબાદી ગણાવી. એક યૂઝરે લખ્યું 'શિલ્પા શેટ્ટીનો આ કેટલો બિનજવાબદારીભર્યો વ્યવહાર છે. ખૂબ નિરાશ છું. પ્લેટ તોડી કઇ નકારાત્મકતા ભાગી જશે. તો બીજા એક યૂઝરે લખ્યું કે 'જેમની પાસે પૈસા છે,તેમને કદર નથી અને જેમને કદર છે, તેમની પાસે પૈસા નથી... ઘણા લોકોએ શિલ્પાને સલાહ આપી કે તેને જરૂરિયાતમંદોને આપી શકાય છે.

તમને જણાવી દઇએ કે 'પ્લેટ તોડવી' ગ્રીક કલ્ચરનો પ્રસિદ્ધ રિવાજ છે. અહીં કોઇ શુભ દિવસ અથવા ઉત્સવના સમયે પ્લેટ તોડવામાં આવે છે. જોકે ગ્રીસમાં પણ આ પ્રથાને વધુ ફોલો કરવામાં આવતી નથી. માનવામાં આવે છે કે શરૂઆત ત્યારે થઇ જ્યારે કોઇના મોત બાદ ભોજન રાખવામાં આવે છે અને સિરેમિક પ્લેટસને જમ્યા બાદ તોડી દેવામાં આવે છે.

(4:52 pm IST)