Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

શુક્રવારથી સંજય દત્તની પ્રસ્થાનમ, સોનમ કપૂરની ધ ઝોયા ફેક્ટર, સન્ની દેઓલના પુત્ર કરણ દેઓલની પલ પલ દિલ કે પાસ રિલીઝ થશે

મુંબઈઃ 20 સપ્ટેમ્બર એટલે કે શુક્રવારના રોજ બોક્સ ઓફિસ પર બોલિવૂડની 3 મોટી ફિલ્મો રિલીઝ થવાની છે. સંજય દત્તની ફિલ્મ 'પ્રસ્થાનમ', સોમન કપૂરની ફિલ્મ 'ધ ઝોયા ફેક્ટર' અને સની દેઓલના પુત્ર કરણ દેઓલની પ્રથમ ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ' આ શુક્રવારે એક સાથે રિલીઝ થવાની છે. એટલે, આ વિકેન્ડમાં બોક્સ ઓફિસ પર ફિલ્મો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે.

સ્પષ્ટ છે કે, સની દેઓલનો પુત્ર કરણ દેઓલ નવી ફિલ્મની રિલીઝ સાથે જ પોતાની ફિલ્મી કારકિર્દી શરૂ કરવા જઈ રહ્યો છે, તો બીજી તરફ સંજય દત્ત તેની મુખ્ય ભૂમિકાવાળી અને તેના દ્વારા નિર્મિત ફિલ્મ માટે મોટી અપેક્ષાઓ રાખી રહ્યો છે, તેમની સાથે જ સોનમ કપૂરની પણ બહુપ્રતિક્ષિત ફિલ્મ રીલીઝ થવાની છે. એટલે, હવે કોની ફિલ્મ કોના પર ભારે પડશે એ તો સમય જ જણાવશે.

સંજય દત્તની 'પ્રસ્થાનમ'

સંજય દત્તની ફિલ્મ 'પ્રસ્થાનમ'નું દિગ્દર્શન દેવ કટ્ટાએ કર્યું છે અને ફિલ્મની નિર્માતા સંજય દત્તનાં પત્ની માન્યતા દત્ત છે. ફિલ્મમાં સંજય દત્ત ઉપરાંત મનીષા કોઈરાલા, જેકી શ્રોફ, ચંકી પાંડે, અલી ફઝલ, અમાયરા દસ્તુ જેવા મોટા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે. તાજેતરમાં જ સંજય દત્તની 'કલંક' આવી હતી, જે બોક્સ ઓફિસ પર દર્શકોને ખેંચી લાવવામાં નિષ્ફળ નિવડી હતી.

સોનમ કપૂરની 'ધ ઝોયા ફેક્ટર'

સોમન કપૂરની ફિલ્મ 'ધ ઝોયા ફેક્ટર'ની સ્ટોરી લેખિકા અનુજા ચૌહાણની ફિક્શન પર આધારિત છે. આ એક રાજપૂત યુવતીની સ્ટોરી છે, જેનું નામ ઝોયા છે. હિન્દુ યુવતીનું મુસ્લિમ નાવ ધરાવતી આ ફિલ્મ કોમેડી, ઈમોશન અને રોમાન્સથી ભરપૂર છે.

કરણ દેઓલની 'પલ પલ દિલ કે પાસ'

ફિલ્મ અભિનેતા સની દેઓલના પુત્ર કરણ દેઓલની પ્રથમ ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ' એક રોમાન્ટિક ડ્રામા છે. ફિલ્મમાં કરણ દેઓલની સામે હીરોઈન તરીકે સહર બામ્બાને કાસ્ટ કરવામાં આવી છે. સહરની પણ આ પ્રથમ ફિલ્મ છે. સહર આ ફિલ્મમાં એટલી કોન્ફિડન્ટ નથી જોવા મળી રહી. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મનું દિગ્દર્શન ખુદ સની દેઓલે કર્યું છે.

(4:51 pm IST)