Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ચાહકોમાં ચર્ચીત બની કામણગારી કરિશ્મા

ટીવી પરદાની હોટ અભિનેત્રી કરિશ્મા તન્ના બોલીવૂડમાં પણ કામ કરી ચુકી છે. હવે તે રિયાલીટી શો ખતરો કે ખિલાડીમાં જોવા મળવાની છે. બોલ્ડનેસ અને હોટનેસ માટે જાણીતી કરિશ્મા સતત સોશિયલ મિડીયા પર સક્રિય રહી એક એકથી ચડીયાતી તસ્વીરો પોસ્ટ કરતી રહે છે અને ચાહકોમાં ચર્ચા જગાવતી રહે છે. તાજેતરમાં તેણે લાલ રંગના શરારા ડ્રેસ સાથેની તસ્વીરો પોસ્ટ કરી હતી. જેમાં તે આછા મેકઅપ અને ખુલ્લા વાળ સાથે અદ્દભુત દેખાઇ રહી છે. આ ડ્રેસની ખાસિયત એ છે કે તે બેક સાઇડથી જોવામાં આવતાં સાડીનો લૂક આપી રહ્યો છે.  કરિશ્માએ ફિયર ફેકટર ૧૦નું શુટીંગ પુરૂ કરી મુંબઇ પરત આવી છે. રોહિત શેટ્ટી સંચાલિત આ શોનું બુલ્ગારીયામાં શુટીંગ થયું છે. એવી ચર્ચા પણ વહેતી થઇ હતી કે કરિશ્મા આ શોની વિજેતા બની છે. જો કે સાચું શું એ તો શો પ્રસારીત થયા પછી ખબર પડશે. મુંબઇમાં જન્મેલી કરિશ્માએ ટીવી પરદે કયું કી સાસ ભી કભી બહુ થી દ્વારા કરી હતી. છેલ્લે કયામત કી રાતમાં ગોૈરવી, રાજલક્ષ્મી અને વૈદેહી એમ ત્રણ રોલ કર્યા હતાં. હવે તે નવા શોની રાહમાં છે.

(10:13 am IST)