Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ભરપુર મનોરંજન હશે સંજુની ફિલ્મમાં

સંજય દત્તની ફિલ્મ પ્રસ્થાનમ રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મનું નિર્દેશન દેવા કટ્ટાએ કર્યુ છે. સંજય દત્ત પ્રોડકશન બેનર તળે આ ફિલ્મ માન્યતા દત્તે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મનું ટ્રેલર મનોરંજક રહ્યું છે. ફિલ્મનો લૂક જોતાં એવું લાગે છે કે રાજકિય માહોલ પર આ ફિલ્મ આધારીત હશે. તો સાથો સાથ મનોરંજન પણ ભરપુર હશે. મલ્ટીસ્ટાર એવી આ ફિલ્મમાં ઇન્ડસ્ટ્રીના અનેક મોટા કલાકારો લાંબા સમય પછી સાથે જોવા મળવાના છે. પ્રસ્થાનમ પિતા-પુત્ર વચ્ચે વારસાઇ લડાઇ પર આધારીત છે. મોટા બજેટની આ ફિલ્મ છે. ફિલ્મમાં વારસાઇ હક્કો માટે બે પેઢી વચ્ચે ટક્કર અને રાજકારણ પુરતી સિમીત કહાની નથી. આ કહાની સાથે લગભગ બધા લોકો પોતાને જોડાયેલા અનુભવી શકશે તેવું નિર્માતા કહે છે. આ શુક્રવારે ૨૦મી સપ્ટેમ્બરે ફિલ્મ રિલીઝ થઇ રહી છે. પ્રસ્થામન સાઉથની હિન્દી રિમેક છે. સંજય દત્ત સાથે જૈકી શ્રોફ, મનિષા કોઇરાલા, અલી ફઝલ, ચંકી પાંડે, અમાયરા દસ્તુર મહત્વના રોલમાં છે.

(10:11 am IST)