Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

રાજકુમાર રાવ અને મૌની રોયની ફિલ્મ મેડ ઇન ચાઇનાનો ફર્સ્ટ લૂક રિલીઝ

મુંબઈ: અભિનેતા રાજકુમાર રાવ અને ટીવી સ્ટાર મૌની રોયને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ મેડ ઇન ચાઇનાનો ફર્સ્ટ લૂક સોમવારે રિલિઝ કરાયો હતો.આ પોસ્ટર સાથે બંને કલાકારોએ એક કેપ્શન લખ્યું હતું, 'મળજો રઘુ અને રુક્મિનીને... આવતા સ્વાતંત્ર્ય દિને...તમારા કેલેન્ડરમાં આ તારીખ નોંધી લેા... દિનેસ વીજનનું સર્જન...રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, બોમન ઇરાની...મિખિલ મૂસળે...મેડોક ફિલ્મ્સ...' પોસ્ટરમાં આ બંને મુખ્ય કલાકારો નોનગ્લેમરસ અવતારમાં નજરે પડે છે...અત્યાર અગાઉ આ ટીમ ફિલ્મની રિલિઝ ડેટ જાહેર કરી ચૂકી છે.  મૌની રોયે પોતાની પહેલી ફિલ્મ ગોલ્ડ અક્ષય કુમાર સાથે કરી હતી જે ઓલરેડી હિટ સાબિત થઇ ચૂકી છે. બીજી ફિલ્મમાં બીજા આગેવાન અભિનેતા રાજકુમાર રાવ સાથે કામ કરવાની તક મળી તેથી સ્વાભાવિક રીતેજ મૌની એકદમ ઉત્તેજિત છે. મેડ ઇન ચાઇના આ મહિનામાં જ ફ્લોર પર જવાની છે.

(4:59 pm IST)