Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

હું એક સાધારણ અભિનેતા છું: રણબીર કપૂર

મુંબઈ: પ્રથમ પંક્તિના કલાકારોમાં ગણાતા અભિનેતા રણબીર કપૂરે કહ્યું હતું કે હું તો એક એવરેજ (સાધારણ કે સરેરાશ) અભિનેતા છું અને માણસ તરીકે તો બિલો એવરેજ છું.હાલ ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરની સુપરહીરો ફિલ્મ બ્રહ્માસ્ત્ર કરી રહેલા રણબીર કપૂરે પોતાની અગિયાર વર્ષની કારકિર્દીમાં સતત ચડાવ ઉતાર જોયા છે. એની છેલ્લી થોડીક ફિલ્મો ફ્લોપ નીવડી હતી. એવી ફિલ્મોમાં બોમ્બે વેલ્વેટ અને જગ્ગા જાસૂસનો સમાવેશ થયો હતો.જો કે રાજકુમાર હીરાણીની સંજય દત્તની બાયો ફિલ્મ સંજુએ એની અગાઉની મોટા ભાગની નિષ્ફળતાને ધોઇ નાખી હતી. ઔએણે કહ્યું હતું કે મને સફળતા કરતાં નિષ્ફળતાએ વધુ બોધપાઠ શીખવ્યો છે. 'સફળતામાં કશું કરવાનું હોતું નથી. બહુ બહુ તો તમે રાજી થાવ. સફળતા કશું શીખવતી નથી. નિષ્ફળતા ઘણું શીખવે છે. એનું કારણ સ્પષ્ટ છે. નિષ્ફળતા તમારી અગાઉની તમામ સફળતાને એક ક્ષણમાં ધોઇ નાખે છે. તમે સ્વસ્થ રહી શકતા નથી. સફળતા જીરવવાની જરાય અઘરી નથી પરંતુ નિષ્ફળતા જીરવવી ખૂબ અઘરી છે. નિષ્ફળતા તમને જોરદાર લપડાક ફટકારી દે છે' એમ રણબીર કપૂરે કહ્યું હતું. તેણે ઉમેર્યું હતું કે મને કોઇ વાતનો અફસોસ નથી. હું જે કંઇ શીખ્યો છું એ મારી નિષ્ફળતામાંથી શીખ્યો છું. નિષ્ફળ થાઓ ત્યારે તમારો પરિવાર, તમારા દોસ્તો અને અન્યો સપોર્ટ કરે તો તમે ટકી જાઓ છો. એવું ન બને તો વ્યક્તિ ડિપ્રેસ થઇ જાય છે.

(4:58 pm IST)