Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ચીનની અભિનેત્રી ફેન બિંગબિંગ ૧ જુલાઈથી રહસ્યમય ગુમ

મુંબઈ: ચીનની લોકપ્રિય અભિનેત્રી ફેન બિંગબિંગ ૧ જુલાઈથી રહસ્યમય રીતે ગાયબ થઈ છે. ચાર મહિના અગાઉ એક ટીવી પ્રેઝન્ટરે એના પર કર ચોરીનો આક્ષેપ કર્યો હતો. ત્યાર બાદ તાજેતરમાં થયેલા સર્વેક્ષણમાં સામાજિક જવાબદારીમાં અભિનેત્રીનું યોગદાન શૂન્ય હોવાનું જણાયું હતું. આ બધી બાબતોનો વિચાર કરતા અધિકારીઓએ એને જેલમાં પૂરી હોવાની ચર્ચા ચાલી રહી છે. સિંગર અને મોડલ તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી ફેન બિંગબિંગની હોલિવૂડની ફિલ્મ એક્સ મેનની બ્લિંકની ભૂમિકા ઘણી વખણાઈ હતી. ચીનની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીમાંની એક છે. ૧ જુલાઈના ગુમ થઈ એ પહેલાં નાના પુત્રને હોસ્પિટલમાં જોવા ગઈ હતી.

(4:58 pm IST)