Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

સરોગસીથી લીઝા રે બની જોડિયા પુત્રીઓની માતા

મુંબઈ: કેન્સર જેવી જીવલેણ બીમારીને માત આપી નવી જિંદગી શરૂ કરનાર અભિનેત્રી લીઝા રેએ એની જોડિયા દીકરીઓ સૂફી અને સોલેલના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. લીઝાએ લખ્યું હતું કે સરોગસીની સહાયથી હું માતા બની છું અને આ વાત હું જગજાહેર કરવા માગું છું. લીઝાએ લખેલી પોસ્ટમાં જણાવાયું હતું કે આ આસાન નહોતું. માતા-પિતા બનવા અમે પતિ-પત્નીએ સરોગસીનો વિકલ્પ અપનાવવાનું નક્કી કર્યું. આમ છતાં મુશ્કેલીઓ દૂર નહોતી થઈ. મેક્સિકોની એક એજન્સીની સહાય લીધી. પુષ્કળ પૈસા ખર્ચ્યા પણ સફળતા ન મળી. ત્યાર બાદ જ્યોર્જિયામાં બંને સેટલ થયા અને અહીં તેમનું સપનું સાકાર થયું. જૂન મહિનામાં જોડિયા પુત્રીઓનો જન્મ થયો.

(4:57 pm IST)