Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનું પહેલું મોશન પોસ્ટર લોન્ચ : અમિતાભનો જોવા મળ્યો દમદાર લુક

મુંબઈ: એક દિવસ પહેલા જ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને આમિર ખાનની મોસ્ટ એવેટેડ ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની રીલિઝ ડેટ સામે આવી છે. આ ફિલ્મ 8 નવેમ્બરે રજૂ કરાશે. સાથે સાથે આ ફિલ્મનો સૌથી મોટો ઠગ એટલે કે અમિતાભ બચ્ચનનો લુક રીલિઝ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ શૂટીંગના પહેલા દિવસથી જ સોશિયલ મીડિયામાં છવાયેલી રહી છે. પ્રશંસકો આ ફિલ્મની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. આજે અમિતાભ બચ્ચનનો લુક રીલિઝ કરવામાં આવ્યો છે.સુપરસ્ટાર અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં ખુદાબક્ષનો રોલ નિભાવી રહ્યા છે. બીગબી એક જહાજમાં ઉભા છે. રીલિઝ કરેલા આ મોશન પોસ્ટરમાં શરૂઆત એક ઉડતા બાઝથી થાય છે. બીગબીના હાથમાં તલવાર છે. સફેદ-દાઢી અને મુછોમાં બચ્ચન કંઈક અલગ જ લાગે છે.આ ફિલ્મ 1839ની એક બુક કન્ફેશન ઓફ ધ ઠગ પર આધારિત છે. ફિલ્મને માલ્ટા અને રાજસ્થાનમાં ફિલ્માવવામાં આવી છે. ડિઝિટલ ફોર્મેટમાં આઈમેક્સ ફોર્મેટમાં આ ફિલ્મ છે. આ ફોર્મેટવાળી આ પાંચમી ભારતીય ફિલ્મ છે.આ પહેલા ધૂમ-3, બેંગબેંગ, બાહુબલી 2 તેમજ પદ્માવત બની હતી.

(4:55 pm IST)