Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

સલમાન ખાન વધુ એક સ્ટાર કિડ પ્રનૂતનને કરશે બોલીવૂડમાં લોન્ચ

 

મુંબઈ :અભિનેતા સલમાન ખાને બોલિવૂડમાં અનેક નવા ચહેરાઓને લોન્ચ કર્યા છે. જેમાં સોનાક્ષી સિન્હા, સૂરજ પંચોલી, અથિયા સેટ્ટી જેવા સ્ટાર કિડ્સ તેમજ ડેઝી શાહ અને જરીન ખાન જેવા નામો પણ સામેલ છે. ત્યારે સલમાને વધુ એક સ્ટાર કિડને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. જેનું નામ છે પ્રનૂતન. જે એક્ટ્રેસ કાજોલની ભત્રીજી છે તેમજ સલમાનના મિત્ર મોહનીશની દીકરી છે.

(12:57 pm IST)