Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

વરૂણ-કેટરીનાની ફિલ્‍મનું કામ અટકી ગયું...કારણ રેમો

ઇદ પર રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્‍મ રેસ-૩ બોક્‍સ ઓફિસ પર જોઇએ તેવું પ્રદર્શન કરી શકી નહોતી. નિર્દેશક રેમો ડિસુઝાએ ખુબ જ ખરાબ ફિલ્‍મ બનાવી હતી અને તમામ દોષનો ટોપલો તેના પર ઢોળાયો હતો. કદાચ આ જ કારણોસર વરૂણ ધવન અને કેટરીના કૈફની ફિલ્‍મનું કામ બંધ થઇ ગયું છે! નિર્માતા ભુષણ કુમારે વરૂણ-કેટરીનાને લઇને એક ડાન્‍સ ફિલ્‍મ બનાવવાનું નક્કી કર્યુ હતું. સો કરોડની આ ફિલ્‍મનું નિર્દેશન રેમોને સોંપ્‍યુ હતું. પણ રેસ-૩ની હાલત જોતાં વરૂણે સ્‍ક્રિપ્‍ટ જોવા માંગી હતી. જે તેને પસંદ ન પડતાં ફરીથી લખવાનું કહેતાં રેમોએ લેખકોને ફરી કામે લગાડયા હતાં અને શેડયુલ વિખેરાઇ ગયું હતું. બીજી તરફ નિર્માતાને પણ રેમો સાથે કરોડોનો દાવ ખેલવાનું યોગ્‍ય લાગ્‍યું નહોતું. અંતે હાલ આ ફિલ્‍મ બંધ થઇ ગયાનું કહેવાય છે.

 

(10:04 am IST)