Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

પાતળા થવા માટેની દવા કંપનીની દવાની જાહેરાત માટે બોલીવુડ અભિનેત્રી શિલ્‍પા શેટ્ટીએ રૂ. ૧૦ કરોડની ઓફર પણ ન સ્‍વીકારી

મુંબઇબોલીવુડની હોટ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી એવા લોકોમાં શામેલ છે, જેઓ સ્લિમ બોડી ધરાવે છે. પોતાના યોગ ઘ્વારા ફિટનેસ આઇકોન બનેલી શિલ્પા શેટ્ટીએ એક એવું કામ કર્યું છે, જેની ચારે બાજુ પ્રશંસા થઈ રહી છે. હકીકતમાં, કરોડો લોકો માટે રોલ મોડેલ બનનારી શિલ્પા શેટ્ટીએ હાલમાં જ પાતળા થવાની દવાઓની જાહેરાત કરવાની ના પાડી હતી. તેમને આ જાહેરાત માટે 10 કરોડની ઓફર આપવામાં આવી હતી.

અભિનેત્રીએ પોતે એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. શિલ્પાએ કહ્યું હતું કે તે માને છે કે યોગ્ય આહાર અને વર્કઆઉટ્સ આરોગ્ય માટે પૂરતા છે. પાતળા થવાની દવાઓ નુકસાન પહોંચાડી શકે છે. જે હું મારી જાતે નથી કરતી તેને હું બીજાને કરવા માટે કેવી રીતે કહી શકું. શિલ્પાએ કહ્યું કે આજની દોડતી લાઇફમાં વ્યક્તિ પાસે પોતાનું ટાઇમ ટેબલ હોવું જોઈએ. વર્કઆઉટ અને ડાયટનું ધ્યાન રાખવું જોઈએ અને આ હેલ્ધી અને ફીટ રાખી શકે છે.

આપને જણાવી દઇએ કે થોડા સમય પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પણ કોલ્ડ ડ્રિંક કંપનીની જાહેરાત કરવાની ના પાડી હતી કારણ કે તેમણે એવું કહ્યું હતું કે જે પીણાં પોતે પીતા નથી, તે પીણું પોતાના ચાહકોને પીવાનું તેઓ કેવી રીતે કહી શકે? તેમનું કહેવું હતું કે કોલ્ડ ડ્રિન્ક માણસની તબિયત માટે સારી નથી.

(3:44 pm IST)