Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

મનોજ બાજપાઈની ફિલ્મ લવ સોનિયાની રિલિઝ ડેટ જાહેર

મુંબઇ: કૂમળાં બાળકોની ગેરકાયદે હેરફેરની ચોંકાવનારી કથા કહેતી ફિલ્મ લવ સોનિયાની રિલિઝ ડેટ શુક્રવારે જાહેર કરવામાં આવી હતી. ફિલ્મ ચાલુ વર્ષના સપ્ટેંબરની ૧૪મીએ રજૂ કરવાની એના સર્જકની યોજના છે. ભારત, હોંગકોંગ અને લોસ એંજલ્સમાં વિસ્તરેલા ચાઇલ્ડ ટ્રાફિકિંગના નેટવર્કમાં સપડાઇ ગયેલી પોતાની નાની બહેનને મુક્ત કરવા સંઘર્ષ કરતી સત્તર વર્ષની એક બાળાની કથા છે. તબ્રેજ નૂરાનીએ ફિલ્મ બનાવી છે.તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં યોજાએલા ઇન્ડિયન ફિલ્મ્સ ફેસ્ટિવલમાં ફિલ્મને બેસ્ટ ઇન્ડિ ફિલ્મ એવોર્ડની નવાજેશ કરવામાં આવી હતી વિદેશોમાં અન્યત્ર પણ ફિલ્મને જોરદાર આવકાર સાંપડયો હતો. ફિલ્મથી મૃણાલ પાંડે ડેબ્યુ કરી રહી છે. અન્ય કલાકારોમાં સ્લમડૉગ મિલિયોનેર ફેમ ફ્રીડા પિન્ટો, મનોજ બાજપેયી, રિચા ચડ્ડા, રાજકુમાર રાવ, સાઇ તાહ્મણકર, આદિલ હુસૈન અને માર્ક ડપ્લાસ સાથે સ્પેશિયલ ગેસ્ટ રોલમાં હોલિવૂડની ટોચની અભિનેત્રી ડેમી મૂરનો સમાવેશ થાય છે.એના નિર્માતા છે ડેવિડ વૂમાર્ક. તબ્રેઝે એક નિવેદનમાં કહ્યું કે મેલબોર્ન અને લંડનના બૌદ્ધિક દર્શકોએ અમને આપેલા સ્ટેન્ડિંગ ઓવેશન પછી અમારા ઉત્સાહમાં જબરો વધારો થયો હતો. ઔહવે ફિલ્મ ભારતમાં રજૂ થવાની છે.

 

(4:44 pm IST)