Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

'સુઈ ધાગા'ના સેટ પર અનુષ્કાને થઇ ઇજા

મુંબઇ:  ફિલ્મના સેટ પર એક્શન શોટ આપતાં કલાકારને ઇજા થાય એવી ઘટનાની હવે કોઇ નવાઇ રહી નથી. શાહરુખ ખાન, સલમાન ખાન, ઇવન આલિયા ભટ્ટ અને અન્ય કલાકારો ઇજાગ્રસ્ત થયાના સમાચારો અગાઉ પ્રગટ થતા રહ્યા છે.તાજેતરમાં એવો એક અનુભવ અનુષ્કા શર્માને થયો હતો. વિશે માહિતી આપતાં અનુષ્કાએ કહ્યું કે મારા પાત્ર દ્વારા બ્લોક પ્રિન્ટીંગનો એક શોટ મારે આપવાનો હતો. શૂટિંગ લગભગ એક કલાક ચાલ્યું. દરમિયાન હું તો પાત્રમય થઇ ગઇ હતી અને મારું કામ કર્યે જતી હતી. શોટ પૂરો થયા બાદ સૌની સાથે મારા ધ્યાનમાં આવ્યું હતું કે સતત બ્લોક પ્રિન્ટીંગ કરી રહી હોવાનો અભિનય કરતાં મારા હાથમાં ભૂરા ડાઘ પડી ગયા હતા અને મને ઇજા થઇ હતી. ફિલ્મમાં વરુણ ધવન એક નાનકડા નગરના દરજીનો રોલ કરી રહ્યો છે અને અનુષ્કા ભરત ગૂંથણ દ્વારા આજીવિકા રળતી મહિલાના રોલમાં છે. બંનેના રોલ નોન-ગ્લેમરસ છે એવી માહિતી પણ મિડિયાને આપવામાં આવી હતી.   અત્યાર અગાઉ ફિલ્મના અન્ય એક સીનમાં ઝપાઝપી દેખાડવાની હતી ત્યારે વરુણ સીડી પરથી ગબડવાનો શોટ આપવાનો હતો.   શોટ આપતી વખતે અજાણતાંમાં વરુણને એના માથામાં ઇજા થઇ હતી. સદ્ભાગ્યે બંને કલાકારોમાંથી કોઇની ઇજા ગંભીર નહોતી એટલે યુનિટ મેમ્બર્સે નિરાંતનો દમ લીધો હતો.

 

(4:44 pm IST)