Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

અંગત જીવનમાં પણ હું ખુબ રમુજી છું: સોનાક્ષી સિંહા

મુંબઇ: ટોચની અભિનેત્રી સોનાક્ષી સિંહાએ કહ્યું હતું કે મને કોમેડી ગમે છે કારણ કે વાસ્તવ જીવનમાં પણ હું રમૂજી સ્વભાવની છું. અભિનયની બારાખડી હું ફિલ્મોમાં કામ કરતાં કરતાં શીખી છું.૨૦૧૦માં સલમાન ખાનની દબંગ ફિલ્મથી અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યા બાદ એણે દબંગ ટુ પણ કરી હતી. ત્યાર બાદ તો ઘણી ફિલ્મો કરી જેમાં કેટલીક સુપરહિટ પણ રહી. જેમ કે રાઉડી રાઠોડ. એણે કહ્યું કે મારે અભિનેત્રી બનવું નહોતું પરંતુ ફિલ્મોમાં આવી ગઇ એેટલે  દરેક ફિલ્મના સેટ પર હું કાંઇક ને કાંઇક નવું શીખતી રહી હતી. મેં કોઇ એક્ટિંગ સ્કૂલમાં અભિનય કલાની ટ્રેનિંગ લીધી નથી.'આજે તો નવોદિતો ટ્રેનિંગ લઇને આવે છે. એમને ખબર હોય છે કે કેમેરા સામે કેવી રીતે ઊભા રહેવું, કેવી રીતે સંવાદો બોલવા... મને તો એવી કોઇ બાબત આવડતી નહોતી. કામ કરતાં કરતાં હું શીખતી જતી હતી. આજે પણ હું દરેક ફિલ્મ કરતી વખતે કંઇક નવું શીખતી રહું છું. સહકલાકારોને જોઇને, ડાયરેક્ટરનાં સૂચનો સમજીને શીખવાનું ચાલુ રાખું છું' એમ સોનાક્ષીએ કહ્યું હતું.તેણે ઉમેર્યું કે વાસ્તવ જીવનમાં પણ હું રમૂજી સ્વભાવની અને ખુશમિજાજ રહી છું એટલે મને કોમેડી ફિલ્મો વધુ ગમે છે. કોમેડી કરવા મળે તો હું રાજીના રેડ થઇ જાઉં છું.

 

(4:41 pm IST)