Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

મોબ લીચીગ મામલે વિડિઓ બનાવી શેર કર્યો :મુંબઈ પોલીસની મજાક ઉડાવનાર એજાઝખાનની ધરપકડ

એજાઝ પર વિવાદિત વીડિયો બનાવવા અને તેને પ્રસારિત કરવાનો આરોપ

પૂર્વ બિગ બોસ કન્ટેસ્ટેન્ટ એજાઝ ખાન ટિકટોક પર એક વિવાદીત વીડિયોને કારણે મુશ્કેલીઓમાં મુકાયો છે  એજાઝની મુંબઇ સાઇબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે.

   આ મામલામાં એજાઝને જલ્દી જ કોર્ટમાં પરજૂ કરાશે એજાઝપર એક વિવાદિત વીડિયો બનાવવા અને તેને પ્રસારિત કરવાનો આરોપ છે.

  એજાઝખાને ઝારખંડમા મોબ લિન્ચિંગની ઘટના બાદ TikTokના કેટલાક સ્ટાર્સ સાથે એક વીડિયો બનાવી શેર કર્યો હતો. તેમા મુંબઇ પોલીસનો મજાક ઉડાવતા કહેવામાં આવ્યું હતું કે હવે કોઇ આંતકી બને છે તો કંઇ ન કહેતા.

અત્રે ઉલ્લેખનીય છે કે  28 જૂને પણ સોશિયલ મીડિયામાં એક વીડિયો શેયર કરી એજાઝખાને એક ધર્મ વિશેષના લોકોને કાનૂની કે ગેરકાનૂની રીતે રસ્તા પર ઉતરીને મોબ લિન્ચિંગની ઘટનાઓ વિરુદ્ધ પ્રોટેસ્ટ કરવાની અપીલ કરી હતી. વીડિયોમાં જેને સાંપ્રદાયિક કહેવામાં આવી રહ્યું છે કે તેમા એજાઝખાન કેટલાક સંગઠનો પર આરોપ લગાવી રહ્યા છે.

(9:58 pm IST)