Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ધર્મેન્દ્રએ કહ્યું ભેંસ સાથે ભેંસ જેવું બનવું પડે !! :બચ્ચાને દૂધ પીતા શીખવ્યું : શેર કર્યો તેના ફાર્મ હાઉસનો વીડિયો

ધર્મેન્દ્રે લખ્યું દૂધ પીવાનો પ્રશ્ન ખેડૂત હોવાના નાતે મેં તે બંને માટે સરળ બનાવ્યો

મુંબઈ ;બૉલીવુડ અભિનેતા ધર્મેન્દ્ર હાલમાં પોતાના ફામ હાઉસ પર પસાર કરી રહ્યો છે. ધર્મેન્દ્ર ત્યાં ખેતી કરે છે અને તેના પાલતુ પ્રાણીઓ સાથે સમય પસાર કરે છે. તાજેતરમાં જ ધર્મેન્દ્રએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ભેંસના બચ્ચાને દૂધ પીવડાવતા શીખવે છે.

    ધમેન્દ્ર કહે છે, 'ભેંસ સાથે ભેંસ જેવું બનવું પડે છે.' વીડિયો શેર કરતાં ધર્મેન્દ્રએ લખ્યું, મારી ભેંસનું પહેલું બચ્ચું હતું. ન તો માને ખબર છે કે કેવી રીતે દૂધ પીવડાવાય અને ન તો બચ્ચાને ખબર છે કે કેવી રીતે દૂધ પીવાય. તેણે આગળ પણ લખતા કહ્યું કે, ખેડૂત હોવાના નાતે મેં તે બંને માટે સરળ બનાવ્યું.

 ધર્મેન્દ્રનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેને ફેન્સ પસંદ કરી રહ્યા છે.

(10:45 am IST)