Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

મોડેલિંગની દુનિયામાંથી વધુ એક સુંદરીનું બોલીવૂડમાં આગમન

મોડેલિંગની દુનિયામાંથી અનેક સુંદરીઓ અગાઉ બોલીવૂડ અને ટીવી શોમાં આવી ચુકી છે. વધુ એક આવી સુંદરી બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. ઇન્ડિયાઝ નેકસ્ટ ટોપ મોડેલની વિજેતા રહી ચુકેલી પ્રણતિ રાય પ્રકાશ 'ફેમિલી ઓફ ઠાકુરગંજ' નામની ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મ આવતીકાલથી રિલીઝ થઇ રહી છે. મનોઝ ઝા નિર્દેશીત આ ફિલ્મમાં માહિ ગીલ, જીમ્મી શેરગીલ, નંદીશ સંધુ, સોૈરભ શુકલા, મુકેશ તિવારી, સુપ્રિયા પિલગાંવકર અને પવન મલ્હોત્રા સહિતના કલાકારોનો કાફલો છે. પ્રણતિને પહેલી બોલીવૂડ ફિલ્મ મળતાં તે અત્યંત ખુશ છે. વળી જીમ્મી, માહી, સોૈરભ સહિતના મોટા કલાકારો સાથે કામ કરવાની તક મળી હોઇ તેને પહેલી ફિલ્મથી જ અભિનય ક્ષેત્રે ઘણું શીખવાની તક મળી છે. ગયા અઠવાડીએ જ આ ફિલ્મના કલાકારોએ કપિલ શર્માના શોમાં આવી ફિલ્મનું પ્રમોશન કર્યુ હતું.

(10:09 am IST)