Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ડાન્સ દિવાને-૧નું સંચાલન કરવું ખુબ ગમે છે અર્જુનને

ટીવી પરદાનો અભિનેતા અર્જુન બિજલાણી ડાન્સ દિવાને-૨નું હોસ્ટીંગ કરી રહ્યો છે. તે કહે છે આ શોનું સંચાલન કરીને હું અત્યંત ખુશ છું. ડાન્સ દિવાને-૨ની સિઝન હમણા જ શરૂ થઇ છે. માધુરી દિક્ષીત, શશાંક ખેતાન અને તુષાર કાલીયા આ શોમાં જજ તરીકે છે. અર્જુન કહે છે પાછલી સિઝને દર્શકોમાં સારી ચાહના જગાવી હતી. આ કારણે જ અમે બીજી સિઝન માટે ઉત્સાહિત હતાં. અમને શુટીંગ દરમિયાન ખુબ મજા આવી છે. આ શો મનોજરંજનનું શાનદાર પેકેજ છે. આ વર્ષે વધુને વધુ સારી પ્રતિભા સામે આવવાની આશા છે. અર્જુન કહે છે મારો પહેલો પ્રેમ તો અભિનય જ છે, પરંતુ શો હોસ્ટ કરવાનું ખુબ ગમે છે. સંચાલન સમયે હું જે હોય એ જ રજુ કરવાનો પ્રયાસ કરતો રહુ છું. અર્જુન કહે છે મારા દિકરા અયાનને પણ ડાન્સ ગુમ ગમે છે. તે નિયમીત રીતે આ શો જુએ છે. ચાર વર્ષનો અયાન ખુબ સારા સ્ટેપ્સ કરેછે.

(10:09 am IST)