Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

બોલીવૂડમાં એન્ટ્રી માટે ઇસાબેલની તૈયારી

બોલીવૂડ અભિનેત્રી કેટરીના કૈફ જેટલી ખુબસૂરત છે તેના કરતાં વધુ તેની બહેન ઇસાબેલ કેફ ખુબસૂરત છે. ઇસાબેલ ઇંસ્ટાગ્રામ પર અવાર-નવાર પોતાની હોટ અને સેકસી તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. તેના સોશિયલ મિડીયા પર અસંખ્ય ચાહકો છે.  ઇસાબેલ ફેશનની દુનિયામાં પણજ્ઞ ખુબ જાણીતું નામ છે. તો તેનું ડ્રેસીંગ સેન્સ પણ આકર્ષક છે. ઇસાબેલે ૧૪ વર્ષની ઉમરમાં જ મોડેલિંગ શરૂ કરી દીધું હતું. હવે તે બહેન કેટરીનાની જેમ અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવવા કમર કસી રહી છે. બહેનને બોલીવૂડમાં લાવવા માટે કેટરીના લાંબા સમયથી મહેનત કરી રહી હતી. અંતે ઇસાબેલને આ તક મળી ગઇ છે. સૂરજ પંચોલી સાથેની એક ફિલ્મથી તે બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. સૂરજ પંચોલી સાથેની તેની ફિલ્મનું નામ 'ટાઇમ ટુડાન્સ' છે. આ ફિલ્મનું નિર્દેશન સ્ટેન્લે ડી કોસ્ટા કરી રહ્યા છે. સ્ટેનલે અગાઉ રેમો ડિસૂઝાનો સહાયક રહી ચુકયો છે.

(10:07 am IST)