Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

હવે મારે વધુ નેગેટિવ રોલ કરવા નથી: જિમ સાર્ભે

મુંબઇ:  સુપરહિટ ફિલ્મો નીરજા, પદ્માવત અને સંજુમાં નેગેટિવ રોલ કરી ચૂકેલા અભિનેતા જીમ સાર્ભે કહ્યું હતું કે બસ થયું, હવે મારે વધુ નેગેટિવ રોલ કરવા નથી. 'એવું નથી કે મને નેગેટિવ રોલ કરવાનું ગમતું નથી અથવા મારે એવા રોલ કરવા નથી પરંતુ મારે બીજી ટાઇપના રોલ્સ અજમાવી જોવા છે. પાત્ર વૈવિધ્ય અને રોલ વૈવિધ્ય અજમાવવાની મારી ઇચ્છા છે. રણબીર કપૂર અભિનિત ફિલ્મ સંજુમાં એણે ડ્રગ પેડલરનો રોલ કર્યો હતો. સંજુ વર્ષે રજૂ થયેલી ફિલ્મોમાં સૌથી વધુ આવક કરનારી ફિલ્મ બની રહી હતી. જીમે કહ્યું કે મારે કાયમ માટે વિલન બની રહેવું નથી. પણ એક પ્રકારના સ્ટિરિયોટાઇપ્ડ રોલ બની જાય છે. એટલે મારે હવે બીજા પ્રકારના રોલ કરવા છે. સારી ઑફર્સ મળે એની વાટ જોઉં છું. ૨૦૧૬માં બોલિવૂડમાં પ્રવેશ્યા પહેલાં જીમ રંગભૂમિ પર અભિનય કરતો હતો અને એણે ઘણાં સફળ નાટકો કર્યાં છે. એણે કહ્યું કે હું સ્કૂલમાં ભણતો હતો ત્યારથી નાટકો કરતો રહ્યો છું. નાટકમાં મને દર્શકોનો ત્વરિત પ્રતિભાવ મળે છે. સારા રોલ મળે તો ફિલ્મો પણ કરતો રહીશ.

 


 

(4:40 pm IST)