Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

હવે 14 સપ્ટેમ્બરના રિલીઝ થશે શાહિદ કપૂરની ફિલ્મ 'બત્તી ગુલ મીટર ચાલુ': ટક્કર લેશે આ બે ફિલ્મો સામે

મુંબઈ: બોલીવુડનાંએક્ટર શાહિદ કપૂરની આગામી ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુની રિલીઝ ડેટ લંબાવી દેવામાં આવી છે અને તે કાજોલ અને પંજાબી સિંગર અને એક્ટર દિલજિત ની ફિલ્મ સામે ટક્કર લેશે. પહેલા શાહિદની આ ફિલ્મ 31 ઑગસ્ટના રિલીઝ થવાની હતી પણ હવે આ ફિલ્મ 14 સપ્ટેમ્બરના રિલીઝ કરવામાં આવશે અને આ જ દિવસે કાજોલની ફિલ્મ 'હેલીકૉપટટ ઈલા'અને પંજાબી સિંગર -એક્ટર દિલજિત દોસાંઝની 'અર્જુન પટિયાલા'પણ રિલીઝ થવાની છે, જો હવે જોવાનું એ રહેશે કે ત્રણે ફિલ્મોમાંથી કોઈની પણ રિલીઝ તારીખ આગળ પાછળ કરવામાં નહીં આવે તો ફરી એક વાર મોટી ફિલ્મોનો બોક્સ ઓફિસ પર કલેસ જોવા મળશે. આ ફિલ્મ વીજ પુરવઠા વિભાગમાં ચાલી રહેલ ભ્રષ્ટ્રાચાર પર છે.

(4:37 pm IST)