Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

તારક મહેતા સિરિયલમાં રોજની ૨૫ હજાર ફી લેતા હતા ડો. હાથી

હવે આ પાત્ર માટે અન્ય એકટરની શોધ ચાલી રહી છે

મુંબઇ, તા.૧૮: સબ ટીવીની લોકપ્રિય ચેનલ, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ડોકટર હંસરાજ હાથીનું પાત્ર ભજવતા અભિનેતા કવુ કુમાર આઝાદનું પાછલા અઠવાડિયે નિધન થઈ ગયું. તેમના નિધનના સમાચાર સાંભળીને ટીવી અને બોલિવૂડ જગતને ઝાટકો લાગ્યો છે. હવે આ પાત્ર માટે અન્ય એકટરની શોધ ચાલી રહી છે.

બિહારના આરાના રહેવાસી કવિ કુમાર એકટર બનાવા માટે દ્યરેથી ભાગીને મુંબઈ આવ્યા હતા. મુંબઈ આવીને તેમને આ શો મળ્યો. આમિર ખાનની ફિલ્મ 'મેલા'માં તેઓ જોવા મળ્યા હતા તો સલમાન ખાનની ૨૦૧૫માં આવેલી કયોકિમાં પણ તેમણે એકિટંગ કરી હતી. રિયલ લાઈફમાં પણ હસ્મુખ સ્વભાવના ડો. હાથી કોઈને પણ પોતાના બનાવી લેતા હતા.

આજે અમે આપને જણાવીશું કે કવિ કુમાર પોતાના ડો. હંસરાજ હાથીના પાત્ર માટે કેટલા રુપિયા લેતા હતા. રિપોર્ટમાં સામે આવેલી વાત મુજબ ડો. હાથીનું પાત્ર ભજવવા માટે કવિ કુમાર રોજના ૨૫,૦૦૦ રુપિયા લેતા હતા. આ હિસાબે તેઓ માસિક ૭ લાખ રુપિયા લેતા હતા.

બીજી તરફ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' શોના ડિરેકટર અસિત કુમાર મોદીનું કહેવું છે કે ડો. હાથી એટલે કે કવિ કુમાર આઝાદના નિધન દુઃખ આપી ગયું. શોના કોઈ એકટરને આ ખબર પર વિશ્વાસ નથી થતો. કવિ કુમાર આઝાદે નિધનના ત્રણ દિવસ પહેલા શૂટિંગ પણ કર્યું હતું. શોમાં તેમની જગ્યા કોઈ નહીં લઈ શકે, બસ તેમનું પાત્ર બીજું કોઈ ભજવશે.

(3:38 pm IST)