Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

તોરબાજ ફિલ્મ મળતા હવે નરગીસની કેરિયર વધી શકે

સુપરસ્ટાર સંજય દત્ત સાથે ફિલ્મ હાથ લાગી : કીર્ગિસ્તાનના પાટનગર સહિત અનેક જગ્યા પર શુટિંગ

મુંબઇ,તા. ૧૮ : બોલિવુડમાં ઘણા સમયથી હોવા છતાં ફ્લોપ રહેલી નરગીસ હવે વધુ એક મોટા પ્રોજેક્ટ સાથે આગળ વધી રહી છે. તેને સંજય દત્તની સાથે તોરબાજ નામની મોટી ફિલ્મ હાથ લાગી છે. ઉદય ચોપડાની સાથે બ્રેક અપ થયા બાદ લોસ એન્જલસ જઇને હાલમાં રહેતી સેક્સી સ્ટાર નરગીસ  બોલિવુડ ફિલ્મોને લઇને આશાવાદી છે. તેને સારી અને મોટા બજેટની ફિલ્મ હાથ લાગી છે.  નરગીસને સંજય દત્ત સાથે ફિલ્મ હાથ લાગી છે. તોરબાજ નામની ફિલ્મ મળતા તે યાદગાર રોલ કરવા માટે તૈયાર છે. તે બોલિવુડમાં સેક્સી છાપ ધરાવે છે.  તે બોલિવુડમાં એક નવી ઇનિગ્સ શરૂ કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં તે સંજય દત્તની સાથે નજરે પડનાર છે. ફિલ્મમાં નરગીસ એક એનજીઓ વર્કર આયશાની ભૂમિકા અદા કરનાર છે. અફઘાનિસ્તાનમાં રેફ્યુજી કેમ્પમાં રહેતા બાળકોની કાળજી લેતી તે ફિલ્મમાં નજરે પડશે. ફિલ્મને ગિરિશ મલિક નિર્દેશિન કરનાર છે. જે પહેલા ગિરિશે વર્ષ ૨૦૧૪માં જળ ફિલ્મ બનાવી હતી. તેમની આ ફિલ્મે સ્પેશિયલ ઇફેક્ટ્સ માટે નેશનલ એવોર્ડ જીત્યો હતો. એમ કહેવામાં આવી રહ્યુ છે કે તોરબાજ પર ગિરિશ છેલ્લા ત્રણ વર્ષથી કામ કરી રહ્યા છે. ફિલ્મના સહ નિર્માતા રાહુલ મિત્રાએ કહ્યુ છે કે નરગીસ ફિલ્મમાં ફિમેલ લીડ રોલ કરી રહી છે. આના માટે તે લોસ એન્જલસમાં પશ્તો અને ડારી લૈગ્વેઝ શીખી રહી છે. ફિલ્મમાં તે બન્ને ભાષામાં વાત કરતી નજરે પડનાર છે. ફિલ્મને લઇને નરગીસ સાથે થયેલી વાતચીતમાં મિત્રાએ કહ્યુ હતુ કે અમે બે સપ્તાહ પહેલા ગિરિશના આવાસ પર પહોંચ્યા હતા. ત્યારે તે અમેરિકામાંથી આવી હતી. ફિલ્મના શુટિંગને મોટા ભાગે ખુબ ઠંડા વિસ્તારમાં કરવામાં આવનાર છે.

(12:25 pm IST)
  • દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં રાજદ્રોહના આરોપમાં 179 લોકોની ધરપકડ :માત્ર બે લોકોને દોષિત સાબિત કરી શકાયા :કેન્દ્રીય ગૃહ મંત્રલાય દ્વારા સંસદને ઉપલબ્ધ કરાયેલ આંકડા પરથી સ્પષ્ટ થયું કે રાજ્યોની પોલીસ આરોપીઓ વિરુદ્ધ દોષ સાબિત કરવામાં નિષફળ નીવડી છે access_time 1:00 am IST

  • રાત્રે ગ્રેટર નોઈડામાં બે બિલ્ડીંગ ધરાશયી: છ માળની બિલ્ડીંગ અને નિર્માણાધીન ચાર માળની ઇમારત તૂટી પડતા કાટમાળમાં 50થી વધુ લોકો દટાયા હોવાની આશંકા :એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોચી :સાંકડી ગલી હોવાના કારણે બચાવકાર્યમાં મુશ્કેલી :છ માળની ઇમારત નિર્માણાધીન ચાર માળની બિલ્ડીંગ પર તૂટી પડી :દરેક માળમાં પાંચ ફ્લેટ હતા :સીએમ યોગીએ તંત્રને રાહતકાર્યના આપ્યા આદેશ access_time 1:24 am IST

  • આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે :મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવનો સ્વીકાર :સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે લોકસભા અધ્યક્ષને સંબોધીને કહ્યું કેટલાક વિપક્ષ પાર્ટી અવિશ્વાસ પ્રસ્તાવ આપ્યો છે આપને અનુરોધ છે કે આ પ્રસ્તાવનો સ્વીકાર કરો :આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે આ મુદ્દે અધ્ય્ક્ષ સુમિત્રા મહાજને કહ્યું કે મેં આનો સ્વીકાર કરી લીધો છે અને એક બે દિવસમાં આ અંગે નિર્ણય લેવાશે access_time 1:06 pm IST