Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ચાર ગણી મસ્તી લઇને આવશે હાઉસફુલ-૪

વર્ષ ૨૦૧૦માં રિલીઝ થયેલી હાઉસફુલ ફિલ્મની ચોથી સિરીઝનું શુટીંગ શરૂ થઇ ગયું છે. ફિલ્મમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ સાથે બોબી દેઓલ પણ છે. બોબીએ સલમાન ખાન સાથે રેસ-૩ થકી બોલીવૂડમાં કમબેક કર્યુ છે. તે સાથે જ તેને આ ફિલ્મ મળી ગઇ છે. આ ફિલ્મનું નિર્દેશન સાજીદ ખાન કરશે. અક્ષય કુમારે ટિવટર પર લખ્યું હતું કે ચાર ગણી મસ્તી લઇને અમે પાછા આવી રહ્યા છીએ. હાઉસફુલ-૪માં ક્રિતી સેનન, પૂજા હેગડે અને કૃતિ ખરબંદા હિરોઇન તરીકે જોવા મળશે. આ ફિલ્મ નવેમ્બર ૨૦૧૯માં રિલીઝ થશે. થ્રીડીમાં બની રહેલી આ ફિલ્મ દર્શકોમાં વધુ આકર્ષણ જગાવશે. સાજીદ નડિયાદવાલા નિર્મીત આ હાઉસફુલની આગામી ત્રણેય ફિલ્મોએ દર્શકોને ખુબ હસાવ્યા હતાં. આ ફિલ્મ માટે દર્શકોને વધુ કોમેડી અને મનોરંજનની આશા છે.

(9:40 am IST)
  • દર વર્ષે શિક્ષણનીતિમાં ફેરફાર નહિં કરવા સરકારને હાઈકોર્ટની ટકોર : શિક્ષણની લાંબા ગાળાની નીતિ બનાવવી જરૂરી છે : વર્ષે વર્ષે શિક્ષણનીતિ બદલાવવાથી બાળકોના ભવિષ્ય પર વિપરીત અસર પડે છે : બાળકોનું હિત જોખમાય છે access_time 6:01 pm IST

  • સંજીવ ભટ્ટની સિકયુરીટી પાછી ખેંચી : પૂર્વ આઈપીએસ અધિકારી સંજય ભટ્ટને આપવામાં આવેલ સિકયુરીટી અચાનક આજે સવારે પાછી ખેંચી લેવામાં આવી access_time 5:59 pm IST

  • દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં રાજદ્રોહના આરોપમાં 179 લોકોની ધરપકડ :માત્ર બે લોકોને દોષિત સાબિત કરી શકાયા :કેન્દ્રીય ગૃહ મંત્રલાય દ્વારા સંસદને ઉપલબ્ધ કરાયેલ આંકડા પરથી સ્પષ્ટ થયું કે રાજ્યોની પોલીસ આરોપીઓ વિરુદ્ધ દોષ સાબિત કરવામાં નિષફળ નીવડી છે access_time 1:00 am IST